News of Tuesday, 31st March 2026
વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ પોક્સો એક્ટનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો
કોર્ટ સંકુલમાં હાજર કરતા સમયે આરોપી અજય રોકડેએ પોલીસની નજર ચૂકવી હતી અને નાસી છૂટવામાં સફળ રહ્યો

વડોદરામાં પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતી એક મોટી ઘટના સામે આવી છે. વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ પોક્સો એક્ટનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જતાં પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવા માટે લઈ જવામાં આવ્યો હતો તે સમયે મોકો જોઈને તે ફરાર થઈ ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
ફરાર થયેલા કેદીનું નામ અજય ઉર્ફે આશિષ રોકડે છે. જે ગંભીર પ્રકારના પોક્સોના ગુનામાં વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યો હતો. આજે પોલીસ તેને કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે કોર્ટમાં હાજર કરવા માટે જેલમાંથી બહાર લાવી હતી. કોર્ટ સંકુલમાં હાજર કરતા સમયે આરોપી અજય રોકડેએ પોલીસની નજર ચૂકવી હતી અને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. વડોદરા શહેરના એક્ઝિટ પોઈન્ટ્સ પર નાકાબંધી કરી દેવામાં આવી છે અને આરોપીને પકડવા માટે અલગ-અલગ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ જાપ્તામાંથી કેદીનું ફરાર થવું તે સુરક્ષામાં મોટી ચૂક માનવામાં આવી રહી છે, જેને લઈને જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
(12:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
