News of Tuesday, 31st March 2026
હિંમતનગરના દલપુરમાં દિવાલ ધરાશાયી થતા એક નુ મોત: બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
બાજુના મકાનમાં ખોદકામ ચાલુ હતુ તે સમયે દીવાલ ધરાશાઈ થતા ત્રણ લોકો દબાયા હતા

સાબરકાંઠાના હિંમતનગરના દલપુરમાં દિવાલ ધરાશાયી થતા એક નુ મોત થયું છે જયારે બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બાજુના મકાનમાં ખોદકામ ચાલુ હતુ તે સમયે દીવાલ ધરાશાઈ થઇ હતી . દિવાલ ધરાશાયી થતાં ત્રણ લોકો દબાયા હતા. સ્થાનિક લોકો દ્વારા દબાયેલા લોકોને બહાર કાઢી સારવાર અર્થે ખસેડાયા હતા . સારવાર દરમિયાન મકાન માલિક આધેડ પુરુષનું મોત થયું હતું. જ્યારે આ ઘટનામાં બે શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
