News of Tuesday, 31st March 2026
કરેક્શન : મહીસાગર જિલ્લામાં કલેકટરે બદલીનો ગંજીપો ચીપ્યો: કલાર્કમાંથી બઢતી પામેલા 29 નાયબ મામલતદારોની બદલી
ચૂંટણીના પડઘમ વચ્ચે વહીવટી તંત્રને એક્શન મોડમાં લાવવા એકસાથે સામૂહિક બદલીના આદેશથી વહીવટી આલમમાં ફફડાટ

મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા જ કલેકટરે બદલીનો ગંજીપો ચીપ્યો છે. ચૂંટણીના પડઘમ વચ્ચે વહીવટી તંત્રને એક્શન મોડમાં લાવવા માટે જિલ્લા કલેકટરે એકસાથે 29 નાયબ મામલતદારોની કરી બદલી કરી છે. એકસાથે સામૂહિક બદલીના આદેશથી વહીવટી આલમમાં ફફડાટ વ્યાપ્યો છે. ક્લાર્કમાંથી નાયબ મામલતદાર બનેલા 29 અધિકારીઓની અરસપરસ બદલી કરવામાં આવી છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાને રાખી કલેકટરનો આદેશ કર્યો હોવાનું સામે આવ્યું છે. મહત્વની વાત એ છે કે આ તમામ અધિકારીઓ તાજેતરમાં જ ક્લાર્કમાંથી નાયબ મામલતદાર તરીકે બઢતી પામ્યા હતા. ચૂંટણી પહેલા થયેલી આ સામૂહિક બદલીઓને પગલે સરકારી કચેરીઓમાં ભારે ફફડાટ અને ચર્ચાઓ જોવા મળી રહી છે.
(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
