News of Tuesday, 31st March 2026
રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ અને થંડરસ્ટોર્મની ગંભીર ચેતવણી
વધુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના હોવાથી માવઠાનો આ રાઉન્ડ હજુ લાંબો ચાલી શકે

અમદાવાદ :હવામાન વિભાગની આગાહી મુજબ, પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠું) પડી શકે છે.
હાલમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં જમીનથી 1.5 કિલોમીટરની ઊંચાઈ પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ સિસ્ટમની અસરને પગલે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ અને થંડરસ્ટોર્મની ગંભીર ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને 31 માર્ચ તેમજ એપ્રિલ મહિનાની શરૂઆતમાં 2, 3 અને 4 એપ્રિલ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. એટલું જ નહીં, 2 એપ્રિલથી વધુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના હોવાથી માવઠાનો આ રાઉન્ડ હજુ લાંબો ચાલી શકે છે.
કમોસમી વરસાદની આ આગાહીને પગલે ખેડૂતોને પોતાના પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા અને ખુલ્લામાં રાખેલા અનાજને ઢાંકી દેવા સલાહ આપવામાં આવે છે. તેમજ ગાજવીજ વખતે ઝાડ કે થાંભલા નીચે ઊભા ન રહેવા નાગરિકોને સાવચેત કરવામાં આવ્યા છે.
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
