News of Wednesday, 1st April 2026
ગુજરાત સરકારનો મોટો વહીવટી ફેરફાર: કૃષિ વિભાગમાં મદદનીશ ખેતી નિયામક સંવર્ગના ૪૬ અધિકારીઓની બદલી અને ૧૮ અધિકારીઓને વર્ગ-૧ માં બઢતી આપી નવી નિમણૂકોના આદેશ : જુઓ સંપૂર્ણ યાદી
રાજ્યના ખેતીવાડી ક્ષેત્રે વહીવટી તંત્રને વેગવંતું બનાવવા સચિવાલય દ્વારા સાગમટે બદલી અને બઢતીનો ગંજીપો ચીપાયો : તમામ નિયુક્ત અધિકારીઓને તાત્કાલિક અસરથી અને બઢતી પામેલાઓને ૭ દિવસમાં હાજર થવા સરકારની કડક સૂચના

ગાંધીનગર: ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે મદદનીશ ખેતી નિયામક (વર્ગ-૨) સંવર્ગમાં ફરજ બજાવતા ૪૬ અધિકારીઓની જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે. આ સાથે જ, ખેતી અધિકારી (વર્ગ-૨) સંવર્ગના ૧૮ અધિકારીઓને મદદનીશ ખેતી નિયામક (વર્ગ-૧) તરીકે બઢતી આપી નવી જગ્યાઓ પર નિમણૂક આપવામાં આવી છે. ઉપ સચિવ ભુપત ચૌહાણની સહીથી ૩૧ માર્ચ ૨૦૨૬ના રોજ આ મહત્ત્વની સૂચના બહાર પાડવામાં આવી છે.
બદલી પામેલા ૪૬ અધિકારીઓની વિગતવાર યાદી:
બદલી પામેલા અધિકારીઓએ તાત્કાલિક અસરથી નવા સ્થળે કાર્યભાર સંભાળવાનો રહેશે. મુખ્ય બદલીઓ નીચે મુજબ છે:
* ચંદનસિંહ દિવાનસિંહ ઠાકોર: મદદનીશ ખેતી નિયામક (જમીન ચકાસણી), નડીયાદથી બદલી કરી મદદનીશ ખેતી નિયામક (ગુણવત્તા નિયંત્રણ), પાલનપુર-બનાસકાંઠા મુકાયા.
* દિનેશભાઇ દેવાભાઇ સુથાર: સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ) કચેરી, મહેસાણાથી મદદનીશ ખેતી નિયામક (વિસ્તરણ), પેટા વિભાગ ડીસા, જિ.પં. બનાસકાંઠા ખાતે મુકાયા.
* નાનજીભાઈ લાખાભાઈ પટેલ: જિ.પં. ભાવનગરથી મદદનીશ ખેતી નિયામક (પાક સંરક્ષણ), જિ.પં. બનાસકાંઠા મુકાયા.
* સંજયસિંહ ભૂપેન્દ્રસિંહ રાઠોડ: પેટા વિભાગ ધોળકાથી મદદનીશ ખેતી નિયામક (જમીન ચકાસણી પ્રયોગશાળા) સાબરમતી, અમદાવાદ મુકાયા.
* તત્વેશકુમાર અમૃતલાલ મનાણી: સંયુક્ત ખેતી નિયામક કચેરી સુરતથી મદદનીશ ખેતી નિયામક (ગુણવત્તા નિયંત્રણ), સુરત ખાતે મુકાયા.
* તેજસકુમાર વાલજીભાઇ પટેલ: જિ.પં. અરવલ્લીથી મદદનીશ ખેતી નિયામક (તાલીમ), અરવલ્લી ખાતે મુકાયા.
* રવિન્દ્રકુમાર ભગુભાઇ પટેલ: નાયબ ખેતી નિયામક કચેરી સુરતથી મદદનીશ ખેતી નિયામક (ગુણવત્તા નિયંત્રણ), વલસાડ ખાતે મુકાયા.
* અશોકકુમાર શંકરભાઇ ચૌધરી: જિ.પં. ગીર સોમનાથથી મદદનીશ ખેતી નિયામક (અંક), ECO, કૃષિ ભવન, ગાંધીનગર મુકાયા.
* વિણાબેન ઉમેદભાઇ દેસાઇ: પેટા વિભાગ થરાદથી મદદનીશ ખેતી નિયામક (ફાર્મ) ખેડૂત તાલીમ કેન્દ્ર ડીસા મુકાયા.
* ચિંતન પ્રફુલભાઇ દેસાઇ: પેટા વિભાગ ચીખલીથી મદદનીશ ખેતી નિયામક (તાલીમ અને મુલાકાત), સુરત મુકાયા.
* ધવલકુમાર કિશોરભાઇ જોષી: ખેડૂત તાલીમ કેન્દ્ર ડીસા (ફાર્મ) થી બદલી કરી મદદનીશ ખેતી નિયામક (તાલીમ), ડીસા મુકાયા.
* શ્રીમતી આશાબેન પીરાભાઈ પ્રજાપતિ: ખેડૂત તાલીમ કેન્દ્ર ડીસા (તાલીમ) થી મદદનીશ ખેતી નિયામક (વિસ્તરણ), પેટા વિભાગ થરાદ મુકાયા.
* શ્રીમતી રૂક્ષ્મણીબેન સિતારામ ભોયે: જિ.પં. વડોદરાથી મદદનીશ ખેતી નિયામક (જમીન ચકાસણી), વ્યારા-તાપી મુકાયા.
* પ્રવિણકુમાર કાલિદાસ પટેલ: જિ.પં. મહિસાગરથી મદદનીશ ખેતી નિયામક (તાલીમ), મહિસાગર મુકાયા.
* દિપકભાઈ રામજીભાઈ પટેલ: જિ.પં. સુરતથી મદદનીશ ખેતી નિયામક (ગુણવત્તા નિયંત્રણ), નડીયાદ-ખેડા મુકાયા.
* કૃણાલકુમાર અરવિંદભાઇ પટેલ: જિ.પં. વડોદરાથી મદદનીશ ખેતી નિયામક (ગુણવત્તા નિયંત્રણ), છોટા ઉદેપુર મુકાયા. તેઓને સોઈલ હેલ્થ કાર્ડ લેબનો વધારાનો હવાલો પણ સોંપાયો છે.
* ભાવેશકુમાર પ્રભુદાસ પટેલ: ECO ગાંધીનગરથી મદદનીશ ખેતી નિયામક (એગ્રો), જિ.પં. વડોદરા મુકાયા.
* ચિરાગ શંકરભાઇ પટેલ: પેટા વિભાગ ડીસાથી મદદનીશ ખેતી નિયામક (સંકલન અધિકારી), મહેસાણા મુકાયા.
* નંદિતા અરૂણભાઇ પટેલ: નાયબ ખેતી નિયામક કચેરી નવસારીથી મદદનીશ ખેતી નિયામક (વિસ્તરણ), ચીખલી-નવસારી મુકાયા.
* જગદિશ વિનુભાઇ ધાનાણી: જિ.પં. ભાવનગરથી મદદનીશ ખેતી નિયામક (ખાતર ચકાસણી પ્રયોગશાળા), બારડોલી-સુરત મુકાયા.
* શ્રીમતી દિવ્યાબેન રણછોડભાઈ પરમાર: જિ.પં. અમરેલીથી મદદનીશ ખેતી નિયામક (વિસ્તરણ), વિજાપુર-મહેસાણા મુકાયા.
* જિતેન્દ્ર ગોવિંદભાઈ પટેલ: જિ.પં. જામનગરથી મદદનીશ ખેતી નિયામક, જિ.પં. આણંદ મુકાયા.
* કીર્તિકુમાર રમણલાલ પટેલ: ગાંધીનગર (કેમિસ્ટ) થી મદદનીશ ખેતી નિયામક (વિજિલિન્સ), કૃષિભવન ગાંધીનગર મુકાયા.
* જસ્મીન એચ. તબિયાર: સુરેન્દ્રનગર (કપાસ અધિક્ષક) થી મદદનીશ ખેતી નિયામક (એગ્રો), ધોળકા-અમદાવાદ મુકાયા.
* કિરણકુમાર ચંદુલાલ ડામોર: જિ.પં. અમરેલી (એગ્રો) થી મદદનીશ ખેતી નિયામક, જિ.પં. મહિસાગર મુકાયા.
* લાલજી અંબારામજી ઠાકોર: જિ.પં. સુરેન્દ્રનગરથી મદદનીશ ખેતી નિયામક, જિ.પં. પાટણ મુકાયા.
* કુસુમલતા અજયકુમાર મકવાણા: જિ.પં. કચ્છથી મદદનીશ ખેતી નિયામક (એગ્રો), વેરાવળ-ગીર સોમનાથ મુકાયા.
* ચિરાગ ડાહ્યાલાલ કરકર: ખેડૂત તાલીમ કેન્દ્ર ભાવનગરથી મદદનીશ ખેતી નિયામક (મગફળી), જિ.પં. જામનગર મુકાયા.
* મયુર મનસુખલાલ ગજેરા: વિજિલિન્સ ગાંધીનગરથી મદદનીશ ખેતી નિયામક (કેમિસ્ટ), સે-૧૫ ગાંધીનગર મુકાયા.
* કિરણભાઈ પી. ભીમસેન: ખેડૂત તાલીમ કેન્દ્ર જામનગરથી મદદનીશ ખેતી નિયામક (ટ્રાયલ કમ ડેમોસ્ટ્રરેશન ફાર્મ), ચીખલી-નવસારી મુકાયા.
* જસ્મીનકુમાર પ્રભુદાસ પટેલ: બનાસકાંઠા (ગુણવત્તા નિયંત્રણ) થી મદદનીશ ખેતી નિયામક (એગ્રો), જિ.પં. અમદાવાદ મુકાયા.
* મિતેશકુમાર ભોયા: જિ.પં. નવસારીથી મદદનીશ ખેતી નિયામક (સોઇલ હેલ્થ કાર્ડ), વલસાડ મુકાયા.
* નવીનભાઇ ભોયા: જિ.પં. નવસારીથી મદદનીશ ખેતી નિયામક (સોઇલ હેલ્થ કાર્ડ), વલસાડ મુકાયા.
* તુષારકુમાર દિનેશભાઇ પટેલ: પંચમહાલ-ગોધરા (કપાસ અધિક્ષક) થી મદદનીશ ખેતી નિયામક (ગુણવત્તા નિયંત્રણ), વડોદરા મુકાયા.
* દેવાગકુમાર એન. પટેલ: વડોદરા (ગુણવત્તા નિયંત્રણ) થી મદદનીશ ખેતી નિયામક (કપાસ અધિક્ષક), પંચમહાલ-ગોધરા મુકાયા.
* રવિન્દ્રસિંહ ફતેસિંહ વાળા: જિ.પં. બોટાદથી મદદનીશ ખેતી નિયામક (ગુણવત્તા નિયંત્રણ), બોટાદ મુકાયા.
* કિશોરકુમાર ભુપતભાઇ રમણા: બોટાદ (ગુણવત્તા નિયંત્રણ) થી મદદનીશ ખેતી નિયામક, જિ.પં. બોટાદ મુકાયા.
* નિલેશ મગનભાઈ કામરીયા: સંયુક્ત ખેતી નિયામક કચેરી રાજકોટથી મદદનીશ ખેતી નિયામક (કેમીસ્ટ), જુનાગઢ મુકાયા.
* શ્રીમતી ક્રિષ્નાબેન કૌશિકભાઇ ભુવા: જુનાગઢ (કેમીસ્ટ) થી મદદનીશ ખેતી નિયામક (કપાસ અધિક્ષક), જુનાગઢ મુકાયા.
* શ્રીમતી ફોરમ ગૌરવ દવે: જુનાગઢ (કપાસ અધિક્ષક) થી મદદનીશ ખેતી નિયામક (સંકલન અધિકારી), રાજકોટ મુકાયા.
* નિતિનભાઈ ઘનશ્યામભાઇ દલવાડી: નડીયાદ-ખેડાથી બ્રાન્ચ મેનેજર, ગુજરાત રાજ્ય બીજ નિગમ લિ., નડીયાદ-ખેડા ખાતે મુકાયા.
* ડૉ. દોલા જીબન ચક્રવર્તી: બીજ નિગમ નડીયાદથી મદદનીશ ખેતી નિયામક (વિસ્તરણ), જિ.પં. નડીયાદ-ખેડા મુકાયા.
* ડો. જનકકુમાર રવજીભાઇ પરમાર: બીજ પ્રમાણન એજન્સી વડોદરાથી મદદનીશ ખેતી નિયામક (ખાતર ચકાસણી), નડીયાદ-ખેડા મુકાયા.
* બિપીનભાઈ જીતાભાઈ પટેલ: જિ.પં. આણંદથી મદદનીશ ખેતી નિયામક (પાક સરક્ષણ), વિજાપુર-મહેસાણા મુકાયા.
* પંકજકુમાર ઠાકરશીભાઇ દસલાણીયા: વિજાપુર-મહેસાણાથી મદદનીશ ખેતી નિયામક (વિસ્તરણ), બોરસદ-આણંદ મુકાયા.
* માધવ રામજીભાઇ ચૌધરી: ખેડબ્રહ્મા (ફાર્મ) થી મદદનીશ ખેતી નિયામક (જમીન ચકાસણી), ડીસા-બનાસકાંઠા મુકાયા.
* મુકેશભાઇ ઘેમરભાઇ ઉપલાણા: ડીસા (જમીન ચકાસણી) થી મદદનીશ ખેતી નિયામક (ફાર્મ), ખેડબ્રહ્મા-સાબરકાંઠા મુકાયા.
બઢતી મેળવી મદદનીશ ખેતી નિયામક (વર્ગ-૧) બનનાર ૧૮ અધિકારીઓ:
નીચે મુજબના ૧૮ અધિકારીઓને ખેતી અધિકારી સંવર્ગમાંથી બઢતી આપી નવી નિમણૂક અપાઈ છે, જેઓએ ૭ દિવસમાં હાજર થવાનું રહેશે:
* હિતેશકુમાર રઘુભાઈ પાણકૂટા: વેરાવળથી મદદનીશ ખેતી નિયામક (ગુણવત્તા નિયંત્રણ), સુરેન્દ્રનગર મુકાયા.
* અમિતકુમાર અંબાલાલ પટેલ: અંકલેશ્વરથી મદદનીશ ખેતી નિયામક (પેટા વિભાગ), અંકલેશ્વર-ભરૂચ મુકાયા.
* મયુરી કિશોરકુમાર હદવાણી: ગાંધીનગરથી મદદનીશ ખેતી નિયામક (તાલીમ અને મુલાકાત), અમદાવાદ મુકાયા.
* વિવેકકુમાર નવીનચંદ્ર રામાણી: જામનગરથી મદદનીશ ખેતી નિયામક (પાક સંરક્ષણ), જિ.પં. જામનગર મુકાયા.
* રાજવીરસિંહ દિલીપસિંહ મહીડા: ભરૂચથી મદદનીશ ખેતી નિયામક (વિસ્તરણ), અંકલેશ્વર-ભરૂચ મુકાયા.
* વહિબ આરીફ પઠાણ: નડિયાદથી મદદનીશ ખેતી નિયામક (પાક સંરક્ષણ), જિ.પં. નડિયાદ-ખેડા મુકાયા.
* રાજેશકુમાર પ્રભુદાસ સાપરીયા: ગાંધીનગરથી મદદનીશ ખેતી નિયામક (જમીન ચકાસણી), ગાંધીનગર મુકાયા.
* નીતિનકુમાર વાલજીભાઈ ખેની: બારડોલીથી મદદનીશ ખેતી નિયામક (બાગાયત), જિ.પં. સુરત મુકાયા.
* યોગેશ પરષોત્તમભાઈ ઘઉવા: જુનાગઢથી મદદનીશ ખેતી નિયામક (એગ્રો), જેતપુર-રાજકોટ મુકાયા.
* વસીમ અબ્દુલસબુર શેખ: અમદાવાદથી ઈવેલ્યુએટર, ઓર્ગેનિક સર્ટીફિકેશન એજન્સી, અમદાવાદ (પ્રતિનિયુક્તિ) મુકાયા.
* હિરલબેન જયંતિલાલ પટેલ: ભુજ-કચ્છથી મદદનીશ ખેતી નિયામક (પાક સંરક્ષણ), ભચાઉ-કચ્છ મુકાયા.
* જયદીપ ઉકાભાઈ ચૌહાણ: અમદાવાદથી મદદનીશ ખેતી નિયામક, જિ.પં. વેરાવળ-ગીર સોમનાથ મુકાયા.
* ધવલકુમાર ગોવિંદભાઈ ચૌધરી: ઈડરથી મદદનીશ ખેતી નિયામક, જિ.પં. અરવલ્લી મુકાયા.
* સ્મિતકુમાર કાંતિલાલ હિંગરાજીયા: અમદાવાદથી મદદનીશ ખેતી નિયામક (વિસ્તરણ), જિ.પં. વડોદરા મુકાયા.
* સંજયકુમાર ગણપતભાઈ ડુમાનિયા: ભુજથી મદદનીશ ખેતી નિયામક (તમાકુ), જિ.પં. નડિયાદ-ખેડા મુકાયા.
* બીના દિનેશભાઈ ચૌહાણ: ગાંધીનગરથી મદદનીશ ખેતી નિયામક (પાક સંરક્ષણ), મોડાસા-અરવલ્લી મુકાયા.
* અજયકુમાર દિનેશભાઈ ડામોર: અમદાવાદથી બીજ પ્રમાણન અધિકારી, વડોદરા (પ્રતિનિયુક્તિ) મુકાયા.
* નવીનકુમાર વનરાજભાઈ રાઠોડ: ગાંધીનગરથી મદદનીશ ખેતી નિયામક (ભૂમિ સંકલન), ગાંધીનગર મુકાયા.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
