<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

ગુજરાત-યુનિફોર્મ સિવિલ કોડ ર૦ર૬ એટલે લગ્ન-છુટાછેડા, વારસા હકક, લિવ ઇન રિલેશનશીપ સંબંધિત બાબતોને લગતા કાયદાનું સંચાલન-નિયમન કરવાનો વિધેયક

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૩૧ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ઇકબાલ શેખ એડવોકેટ અમિતભાઇ ચાવડા, જીજ્ઞેશ મેવાણીને પત્ર પાઠવીને જણાવ્‍યું છે કે ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ ૨૦૨૬ એટલે લગ્ન અને છુટાછેડા, વારસા હક્ક, લિવ ઈન રિલેશનશીપ અને તેને સંબંધિત બાબતોને લગતા કાયદાનું સંચાલન અને નિયમન કરવાનો વિધેયક ગુજરાત સરકાર તમામ લોકો માટે નાગરીક કાયદાઓના સમાનતાના નામે ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ ૨૦૨૬ વિધેયક વિધાનસભામાં લાવી રહી છે પરંતુ આ ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ ૨૦૨૬ એટલે કે સમાન નાગરીક સંહીતામાંથી ભારતના બંધારણના આર્ટીકલ ૩૪૨ અને ૩૬૬ ના હવાલાથી અનુસુચિત આદિજાતિ (શિડ્‍યુલ્‍ડ ટ્રાઈબ્‍સ) સભ્‍યોને અને જેમના પરંપરાગત અધિકારો સુરક્ષીત કરવામાં આવ્‍યા છે તેવી વ્‍યક્‍તિઓ અને વ્‍યક્‍તિઓના સમુહને બાકાત રાખવામાં આવ્‍યા છે એટલે ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ ૨૦૨૬ તેમને લાગુ પડશે નહીં. આમ આ તમામ બાકાત રાખવામાં આવેલા જુથ-સમુહ બિનમુસ્‍લિમો છે જ્‍યારે ભારતના બંધારણના ભાગ-૩ના મુળભુત અધિકારો પૈકી આર્ટીકલ-૨૫ હેઠળ સુરક્ષીત મુસ્‍લિમ ધાર્મિક સમુહને આવરી લઈ હળહળતી અસમાનતા આચરવામાં આવી છે.

ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ ૨૦૨૬ ભારતના મુળભુત અધિકારોના ભંગ સમાન છે અને ભારતના આર્ટીકલ-૧૪ મુજબ વ્‍યક્‍તિને કાયદા સમક્ષ સમાનતા અને તમામને કાયદાનું સમાન રક્ષણ પ્રાપ્ત થાય છે એટલે કે Equility before law or equal protection of the laws-ઇકવાલીટી બીફોર લો ઓર ઈવલ પ્રોટેક્‍શન ઓફ ધ લો પ્રાપ્ત થાય છે. પરંતુ આ વિધેયક સમાનતાના નામે વ્‍યક્‍તિઓ વચ્‍ચે કાયદાની ધોર અસમાનતા પૈદા કરે છે, આ વિધેયક ગેરબંધારણીય છે અને સંવિધાને વ્‍યક્‍તિઓને બક્ષેલ આર્ટીકલ-૧૪ હેઠળના મુળભુત અધિકારોનો ભંગ છે. ભારતના બંધારણના આર્ટીકલ-૨૫ દર્શાવે છે કે તમામ વ્‍યક્‍તિઓને તેમની મરજી અને અંતઃકરણ મુજબનો ધર્મ માનવાની, પાળવાની તેમજ તેનો પ્રચાર પ્રસાર કરવાનો સ્‍વતંત્ર અધિકાર છે.

મુસ્‍લિમોના અગંત કાયદા જેવા કે લગ્ન યાને નિકાહ, છુટાછેડા યાને તલાક અને વારસાહક્ક ધાર્મિક પવિત્ર ગ્રંથ કુરાનના આદેશો અને દિશા નિર્દેશો અનુસાર માનવામાં અને અમલ કરવામાં આવે છે જેમ કે કુરાનમાં દર્શાવવામાં આવ્‍યુ છે કે

મુસ્‍લિમ શરીઅતે માનવીની જરૂરીયાતોને ધ્‍યાનમાં રાખીને તેના ઉપર કેટલીક શરતો મુકી તેને નિકાહનો હુકમ આપ્‍યો છે અને મુસ્‍લિમ શરીઅતે કેટલીક શરતો સાથે એકથી વધારે નિકાહ કરવાની પણ પરવાનગી આપેલ છે.

અલ્લાહ પાકે કુરાનમાં સુરહ-નીસામાં આયત નં.૩માં ફરમાવે છે કે ઙ્કતમે તમારી પસંદગીનીસ્ત્રીઓમાંથી બે, ત્રણ અને ચાર સાથે નિકાહ કરી શકો છોઙ્ઘ.

વિરાસતની વહેંચણી વિશે પણ કુરાને બહુ વિગતથી સુરહ-નીસામાં રૂકુઅ નં:૨ માં બયાન કર્યું છે કે જેમાં માતાનો હિસ્‍સો અલગ, પત્‍નીનો હિસ્‍સો અલગ, દિકરી અને બહેનનો હિસ્‍સો અલગ બયાન કરવામાં આવ્‍યો છે અને કેટલીક પરીસ્‍થિતીમાં પુરૂષનો હિસ્‍સોસ્ત્રીના હિસ્‍સા કરતા બમણો રાખવામાં આવ્‍યો છે કારણ કે પુરૂષ પર જવાબદારીઓ વધુ હોય છે, પત્‍ની-બાળકોની જવાબદારી, મા-બાપના ખર્ચની જવાબદારી પુરૂષ ઉઠાવે છે તેમજ ઈઝઝત, માલ વિગેરેની હિફાઝત પુરૂષ જ કરે છે.

તલાકના સંબંધમાં તલાક આપવાનો અધિકાર અલ્લાહ આલા અને પયગંબર સાહેબે પુરૂષને આપેલ છે અને તલાકના વિગતવાર હકીકત કુરાનની સુરહ-બકરહ રૂકુઅ નં:૧૩ ના આયાત નં:૧૩ અને તેની આગળની આયતમાં બયાન કરવામાં આવ્‍યુ છે.

તેમજ કુરાનની સુરહ-અહઝાબ રૂકુઅ નં૬ ના આયાત નં:૪૯ માં પણ બયાન કરવામાં આવ્‍યુ છે.

ઉપરોક્‍ત આ વિગતથી આ વાત સ્‍પષ્ટ થઈ જાય છે કે મુસ્‍લિમ પર્સનલ લો બીજા શરીઅતના કાયદાઓની જેમ અલ્લાહની કિતાબ કુરાન અને પયગંબર સાહેબની હદીસ એટલે તેમના ઉચ્‍ચારણોમાંથી જ લેવામાં આવ્‍યુ છે, જ્‍યારે કેટલાક હુકમો કુરાનમાંથી જ લેવામાં આવ્‍યા છે જેમ કે નિકાહ, તલાક અને વિરાસત સંબંધીત હુકમો એટલે કુરાનની પાંચ (૫) સુરતો જેમાં (૧) સુરહ-બકરહ, (૨) સુરહ-નીસા, (૩) સુરહ-અહઝાબ, (૪)સુરહ-તલાક, (૫) સુરહ-નુર માં બયાન થયા છે.

પર્સનલ લો ને ખતમ કરીને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવે તો કુરાનની લગભગ ૪૦ આયતો અને પયગંબર સાહેબની સેકડો હદીસો ઉપર અમલ કરવાથી મુસ્‍લિમોને જબરજસ્‍તી વંચીત થવુ પડશે.

એટલે ભારતના દરેક નાગરીકને બંધારણના ભાગ-૩ ના મુળભુત સિધ્‍ધાંત પૈકી આર્ટીકલ-૨૫ ધાર્મિક સ્‍વતંત્રા બક્ષે છે તમામ વ્‍યક્‍તિઓને તેમની મરજી મુજબનો ધર્મ માનવાની, પાળવાની, પાલન કરવાની અને તેનો પ્રચાર પ્રસાર કરવાની સ્‍વતંત્રતા આપે છે, પરંતુ ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ ૨૦૨૬

ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ ૨૦૨૬ ના પ્રકરણ ૪ મુજબ દરેક વ્‍યક્‍તિએ લગ્ન અને છુટાછેડા બાબત અરજી કરવી જોઈએ અને કાયદાની કલમ-૩૧માં દર્શાવેલ કારણો મુજબ છુટાછેડાના હુકમનામાથી લગ્ન વિચ્‍છેદ યાને તલાક થઈ શકશે આમ તેમના પવિત્ર ગ્રંથ કુરાનમાં દર્શાવ્‍યા મુજબ અને કુરાનિક આદેશો અનુસાર તલાકનો ધાર્મિક અધિકાર છીનવી લેવામાં આવે છે જે ગેરબંધારણીય અને ભારતના બંધારણના મુળભુત અધિકારોનો ભંગ છે.

ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ ૨૦૨૬ ની જોગવાઈ કલમ-૩૪ (૧) મુજબ છુટાછેડા માટેની કોઈપણ અરજી લગ્નની તારીખથી ૧ વર્ષ પસાર થઈ ગયું હોય તે સિવાય કોર્ટમાં રજુ કરવી જોઈએ નહીં. આમ પક્ષકારોને છુટાછેડા મેળવવા અરજી કરવા માટે ૧ વર્ષની રાહ જોવી પડશે અને છુટાછેડાની પ્રક્રિયા વિલંબીત થશે.ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ ૨૦૨૬ ની કલમ-૩૮ મુજબ કાયદાની કલમ-૪ પેટાકલમ-૧ નું ઉલંધન કરી એટલે લગ્ન જીવન સમયે અન્‍ય જીવન સાથી જીવીત હોય અને લગ્ન કરે તો શિક્ષાપાત્ર થશે.

ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ ૨૦૨૬ ની કલમ-૩૬ (૧) અને ૩૬(૧) ગેરબંધારણીય છે એટલે છુટાછેડા પ્રાપ્ત જીવન સાથી સાથે પુર્નલગ્ન પહેલા ત્રીજી વ્‍યક્‍તિ સાથે લગ્ન કરવા જેવી શરત મુકી શકાય નહીં એટલે આવા પુર્નલગ્ન થી પિતળત્‍વના સવાલો ઉભા થશે અને પિતાની મીલકતમાં બાળકના અધિકારો અંગે સવાલો ઉભા થશે.

ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ ૨૦૨૬ ની કલમ-૩૫ નો ઉલંઘન કરનારને ૩૮(ઘ) મુજબ ૩ વર્ષ સુધીની મુદ્દતની કેદની શિક્ષા અને દંડ કરવામાં આવશે એટલે વ્‍યક્‍તિ રૂઢી, રીવાજ, પરંપરા અને અંગત કાયદા અનુસાર છુટાછેડા આપી શકશે નહીં.

પરંતુ ઉપરોક્‍ત તમામ કાયદાઓની જોગવાઈઓ સામે અનુસુચિત આદિજાતિ અને મુસ્‍લિમો સિવાયના ભારતના સંવિધાનના ભાગ-૨૧ હેઠળ જેમના પરંપરાગત અધિકારો સુરક્ષીત કરવામાં આવ્‍યા છે તેવી વ્‍યકિતઓ અને વ્‍યક્‍તિઓના જૂથને રક્ષણ આપવામાં આવ્‍યો છે એટલે આ કાયદો તથા તેની જોગવાઈઓ તેઓને લાગુ પડશે નહીં. આમ આ ઘોર અસમાનતા છે અને ભારતના બંધારણના મુળભુત અધિકારો પૈકી આર્ટીકલ-૧૪ જે કાયદા સમક્ષ ઈકવાલીટી અને તમામને કાયદાનો સમાન રક્ષણની જોગવાઈઓ વિરૂધ્‍ધ છે.

ઉપરોક્‍ત જોગવાઈઓ કલમ-૩૮ (૨) (ક) મુજબ શિક્ષાપાત્ર ગુનો અને પોલીસ અધિકારનો ગુનો બનશે એટલે ઉપરોક્‍ત ગુના કોગનીઝેબલ હોઈ પોલીસને એફ.આઈ.આર. કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે.

આમ ઉપરોકત ગેરબંધારણીય અને ભારતના સંવિધાનના મુળભુત અધિકારોના ભંગને ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ ૨૦૨૬ કાયદાની શિક્ષાપાત્ર, સજા અને પોલીસ અધિકારથી દબાવી મજબુર કરવાનો પ્રયાસ છે. વ્‍યક્‍તિઓના નાગરીક કાયદાઓમાં ક્રિમિનલ લો નો ઉપયોગ ગેરબંધારણીય અને અયોગ્‍ય છે જે રદ્દ થવો જોઈએ.

 મુસ્‍લિમોને કુરાનના આદેશ અનુસાર તેમની મીલકતની વહેંચણી અને વારસાઈ હક્કનો અધિકાર પ્રાપ્ત થાય છે. અગંત કાયદા અનુસાર મીલકતની વહેંચણી અને વારસાઈ હક્ક નક્કી થાય છે જ્‍યારે ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ ૨૦૨૬ની જોગવાઈઓ વ્‍યક્‍તિના અંગત કાયદાઓ અને ધાર્મિક પરંપરા રૂઢી, રીવાજની વિરૂધ્‍ધ છે જે ગેરબંધારણીય છે અને રદ્દ થવાને પાત્ર છે.

આ ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ ૨૦૨૬ની જોગવાઈઓ દ્વારા ભારતના અનુસુચિત આદિજાતિ અને જે લોકોના પરંપરાગત અધિકારો સુરક્ષીત કરવામાં આવ્‍યા છે તેવી વ્‍યકિતઓ અને વ્‍યક્‍તિઓના જૂથને રક્ષણ આપવામાં આવ્‍યો છે એટલે આ કાયદો તથા તેની જોગવાઈઓ તેઓને લાગુ પડશે નહીં જે આવકાર્ય છે અને તેની સામે અમારો કોઈ વાંધો નથી પરંતુ અમારી રજુઆત છે કે આવું રક્ષણ જો ઉપરોક્‍ત સમુહોને આપવામાં આવ્‍યુ હોય ત્‍યારે મુસ્‍લિમોને પણ ભારતના સંવિધાનના મુળભુત અધિકારોના આર્ટીકલ-૧૪ અને આર્ટીકલ-૨૫ હેઠળ રક્ષણ આપવું જોઈએ. આમ મુસ્‍લિમો અને ઉપરોક્‍ત દર્શાવેલ અનુસુચિત જનજાતિ અને અમુક સમુહોને સમાન રીતે રક્ષણ આપવું જોઈએ.

પરંતુ આ કાયદામાં ફક્‍ત મુસ્‍લિમોને લક્ષ્ય બનાવવામાં આવ્‍યા છે એટલે આ ટાર્ગેટેડ એકટ છે અને રાજકીય બદઈરાદા પ્રેરીત છે. આવા સમાનતાના નામે ઘોર અસમાનતા પેદા કરનાર કાયદો અને તેની જોગવાઈઓ રદ થવીં જોઈએ. ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ ૨૦૨૬ ના કાયદાનો ગુજરાત વિધાનસભામાં  વિરોધ કરી મુસ્‍લિમોના બંધારણીય અધિકારોની રક્ષા કરવા આપ સમક્ષ રજુઆત છે. તેમજ ઈકબાલ શેખ એડવોકેટ (મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ) મોબાઈલ નં.૯૮૭૯૦૯૪૯૯૨ એ જણાવ્‍યું છે.

(4:11 PM IST)