News of Wednesday, 1st April 2026
સુરત પોલીસ બેડામાં મોટો ફેરબદલ: શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌતનો મહત્વનો આદેશ : એકસાથે ૧૫ પોલીસ ઇન્સ્પેક્ટરોની જાહેર હિતમાં આંતરિક બદલી
વહીવટી કારણોસર શહેરના વિવિધ પોલીસ મથકો અને ટ્રાફિક શાખાના અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરાઈ : પાલ, ડુમસ, કપોદ્રા અને ટ્રાફિક સહિતના મહત્વના સ્ટેશનો પર નવા પી.આઈ.ની નિયુક્તિ

રાજકોટ: સુરત શહેર પોલીસ કમિશનર કચેરી દ્વારા શહેરના કાયદો અને વ્યવસ્થાના સુદૃઢીકરણ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌત દ્વારા જારી કરાયેલા સત્તાવાર આદેશ મુજબ, શહેરના વિવિધ પોલીસ મથકો, ટ્રાફિક શાખા અને સ્પેશિયલ બ્રાન્ચમાં ફરજ બજાવતા ૧૫ પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરવામાં આવી છે. વહીવટી અનુકૂળતા અને કામગીરીની સઘનતાને ધ્યાનમાં રાખીને આ તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી તેમની નવી નિયુક્તિના સ્થળે હાજર થવા સૂચના આપવામાં આવી છે.
બદલી થયેલ અધિકારીઓની વિગતવાર યાદી નીચે મુજબ છે:
* Smt. શીતલ શાહ: પાલ પોલીસ સ્ટેશનથી બદલી કરીને ઈચ્છાપોર પોલીસ સ્ટેશન ખાતે નિમણૂક આપવામાં આવી છે.
* Smt. બી.એ. ભટ્ટ: મહિલા પોલીસ સ્ટેશન (સેક્ટર-1) થી હવે પાલ પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપાઈ છે.
* ડી.યુ. બારડ: વિશેષ શાખામાંથી ખસેડીને મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે.
* ટી.બી. પંડ્યા: એસ.ઓ.જી.-3 થી બદલી કરી રાંદેર પોલીસ સ્ટેશનમાં નિમણૂક કરાઈ છે.
* જે.એચ. ઝાંબરે: ઉધના-2 થી બદલી પામી હવે અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવશે.
* બી.બી. પરમાર: સચીન GIDC-2 થી ખસેડી જહાંગીરપુરા પોલીસ સ્ટેશન ખાતે મોકલવામાં આવ્યા છે.
* મીનાબા ઝાલા: મહિલા પોલીસ સ્ટેશન (સેક્ટર-2) થી બદલી કરીને લસકાણા પોલીસ સ્ટેશનમાં નિમણૂક અપાઈ છે.
* જે.એન. ભરવાડ: ડુમસ પોલીસ સ્ટેશનથી બદલી કરીને ખટોદરા પોલીસ સ્ટેશનમાં મુકાયા છે.
* એમ.વી. પટેલ: ટ્રાફિક શાખામાંથી હવે ડુમસ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવશે.
* એચ.બી. પટેલ: વરાછા-2 થી બદલી પામી અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનમાં નિયુક્ત થયા છે.
* વી.બી. ગોહિલ: ટ્રાફિક શાખામાંથી ખસેડીને ગોડાદરા પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે.
* જે.એ. રાઠવા: ઉમરા પોલીસ સ્ટેશનથી બદલી કરી વેસુ પોલીસ સ્ટેશન ખાતે નિમણૂક અપાઈ છે.
* આર.એમ. ઠાકોર: ટ્રાફિક એટલે કે લાલગેટ II PI થી બદલી કરી I PI ઉધના પોલીસ સ્ટેશનમાં મુકાયા છે.
* એચ.જે. સોલંકી: ટ્રાફિક શાખામાંથી બદલી કરીને લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે નિમણૂક કરવામાં આવી છે.
* એમ.આર. સોલંકી: II PI કાપોદ્રાથી બદલી કરીને I PI કાપોદ્રા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
આ આદેશમાં સ્પષ્ટ જણાવાયું છે કે બદલી પામેલા તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોએ વહેલી તકે નવી જગ્યાએ ચાર્જ સંભાળી તે અંગેનો રિપોર્ટ કમિશનર કચેરીએ કરવાનો રહેશે. આ બદલીઓને પગલે સુરત પોલીસ વિભાગમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે, ખાસ કરીને ટ્રાફિક અને મહિલા પોલીસ સ્ટેશનના અધિકારીઓને મેઈનસ્ટ્રીમ પોલીસ સ્ટેશનોની જવાબદારી સોંપવામાં આવી છે.
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
