News of Wednesday, 1st April 2026
પાળીયાદના સાયલા નજીક રતનપર અને છૈડા ગામ વચ્ચે કાર-બાઈક વચ્ચે અકસ્માત : દંપતીનું મોત
મૃતક દંપતિના મૃતદેહોને પાળીયાદ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા

બોટાદના પાળીયાદના સાયલા નજીક રતનપર અને છૈડા ગામ વચ્ચે કાર-બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈકસવાર દંપતિનુ મોત થયું છે. બાઈક સવાર દંપતિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતક દંપતિના મૃતદેહોને પાળીયાદ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા
(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
