<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગમાં કાયાપલટ : 60 જેટલા બાળ વિકાસ યોજના અધિકારીઓની સાગમટે બદલીના આદેશ : જુઓ સંપૂર્ણ યાદી

રાજ્યપાલના હુકમથી વહીવટી તંત્રમાં મોટો ફેરફાર : 44 અધિકારીઓની જાહેર હિતમાં જ્યારે 16 અધિકારીઓની સ્વ-વિનંતીથી અન્ય જિલ્લાઓમાં કરાઈ નિમણૂક

ગાંધીનગર:ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને રાજ્યમાં ફરજ બજાવતા વર્ગ-૨ ના 60 જેટલા બાળ વિકાસ યોજના અધિકારીઓ (CDPO) ની બદલીના આદેશ જારી કરવામાં આવ્યા છે. વિભાગના ઉપસચિવ ડી.યુ. ગોસાઇની સહીથી બહાર પાડવામાં આવેલી આ યાદીમાં કુલ 44 અધિકારીઓની બદલી જાહેર હિતમાં કરવામાં આવી છે, જ્યારે અન્ય 16 અધિકારીઓની બદલી તેઓની પોતાની વિનંતીને ધ્યાને રાખીને કરવામાં આવી છે. તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ હાજર થવા સૂચના આપવામાં આવી છે.

જાહેર હિતમાં બદલી કરાયેલા અધિકારીઓની વિગત:
સરકારે વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે નીચે મુજબના અધિકારીઓને નવી જવાબદારી સોંપી છે:
 * નિધિ કિશન પંડ્યા: સીટીગ્રામ્ય (અમદાવાદ) થી પાટડી-૨ (સુરેન્દ્રનગર).
 * અનિલકુમાર દર્શના પટેલ: દસક્રોઈ-૧ (અમદાવાદ) થી નડિયાદ-૩ (ખેડા).
 * પુંજાભાઈ મણીબેન સંગાડા: ધાનપુર-૨ (દાહોદ) થી મહેમદાવાદ-૧ (ખેડા).
 * અમીષાબેન ચંદુભાઈ પટેલ: સાંતલપુર (પાટણ) થી ઇડર-૨ (સાબરકાંઠા).
 * સુરેશભાઈ ગાયત્રી જસાણી: સાણંદ-૧ (અમદાવાદ) થી ઠાસરા-૧ (ખેડા).
 * જાગૃતિબેન મનિષકુમાર રાવળ: સાણંદ-૨ (અમદાવાદ) થી હિંમતનગર-૧ (સાબરકાંઠા).
 * દક્ષાબેન હરગોવિંદભાઈ ઠક્કર: અર્બન-૧૦ (અમદાવાદ) થી ચિખલી-૨ (નવસારી).
 * જાગૃતિબેન ફતેસિંહ પરમાર: આણંદ-૧ થી હાંસોટ (ભરૂચ).
 * અલ્પાબેન માધાભાઈ પટેલ: ખેડબ્રહ્મા-૧ (સાબરકાંઠા) થી ભિલોડા-૧ (અરવલ્લી).
 * જ્યોત્સનાબા પ્રદ્યુમનસિંહ જાડેજા: લાલપુર (જામનગર) થી મહુવા-૧ (ભાવનગર).
 * મોનિષાબેન દિલિપકુમાર પંચાલ: વાઘોડીયા (વડોદરા) થી કાલોલ-૨ (પંચમહાલ).
 * ફાલ્ગુની જયેશકુમાર પંડ્યા: કરજણ (વડોદરા) થી કપડવંજ-૨ (ખેડા).
 * ખુશ્બુ યોગેશકુમાર ઠક્કર: અર્બન-૧ (વડોદરા) થી વાલિયા-૧ (ભરૂચ).
 * અંબિકા વિપુલ જયસ્વાલ: અર્બન-૨ (વડોદરા) થી બાલાસિનોર (મહિસાગર).
 * મયુરી હરિલાલ ઉપાધ્યાય: મોરબી-૧ થી મહુવા-૩ (ભાવનગર).
 * કોમલબેન કમલેશભાઈ: ગોંડલ-૨ (રાજકોટ) થી માળિયા (મોરબી).
 * જયશ્રી હસમુખભાઈ સાકરિયા: અર્બન-૧ (રાજકોટ) થી પાટડી-૧ (સુરેન્દ્રનગર).
 * હંસાબેન જગુભાઈ માળવી: સુરત-૨ થી ડાંગ.
 * માધુરી સંજયકુમાર ગુપ્તા: માંગરોળ-૨ (સુરત) થી વાપી-૧ (વલસાડ).
 * જશુભાઈ ભારતીબેન મુધવા: ઓલપાડ (સુરત) થી આમોદ (ભરૂચ).
 * મોસમ હર્ષદભાઈ પટેલ: નાંદોદ (નર્મદા) થી છોટા ઉદેપુર-૨.
 * અસ્મીતાબેન છકાભાઈ ચૌધરી: નાંદોદ (નર્મદા) થી જલાલપોર-૧ (નવસારી).
 * હેમાંગીનીબેન જગુભાઈ ચૌધરી: ડેડિયાપાડા-૨ (નર્મદા) થી વલસાડ-૧.
 * વિનીતાબેન અરવિંદભાઈ વળવી: સાગબારા-૨ (નર્મદા) થી નસવાડી-૨ (છોટા ઉદેપુર).
 * રૂપલબેન સુમનચંદ્ર મિસ્ત્રી: બોરસદ-૧ (આણંદ) થી જંબુસર-૧ (ભરૂચ).
 * કલ્પના મનિષકુમાર પટેલ: પેટલાદ-૧ (આણંદ) થી જંબુસર-૨ (ભરૂચ).
 * રીટાબેન છનાભાઇ પટેલ: પારડી-૪ (વલસાડ) થી અર્બન-૧ (સુરત).
 * વંદીતાબેન ગિરીશભાઈ પટેલ: ઉમરગામ-૧ (વલસાડ) થી વ્યારા-૨ (તાપી).
 * ઈશ્વરભાઈ પ્રિતીબેન નાગપરા: વઢવાણ-૧ (સુરેન્દ્રનગર) થી અમરેલી-૧.
 * પ્રતિમાબેન જનકરાય ત્રિવેદી: લખતર (સુરેન્દ્રનગર) થી રાજુલા (અમરેલી).
 * કલ્પનાબેન એસ. શુક્લ: ધાંગધ્રા-૧ (સુરેન્દ્રનગર) થી વાંકાનેર-૨ (મોરબી).
 * એમી જોસેફ પરમાર: દેવગઢબારિયા-૧ (દાહોદ) થી ક્વાંટ-૨ (છોટા ઉદેપુર).
 * નિલુબેન ગોરધનભાઇ માછી: ઝાલોદ-૧ (દાહોદ) થી તારાપુર (આણંદ).
 * શારદાબેન શ્રીનિવાસ ધુળમ: ચીખલી-૧ (નવસારી) થી બારડોલી-૨ (સુરત).
 * શ્રધ્ધાબેન શિવદયાલ શર્મા: ગાંધીનગર-૨ થી કમિશનર આઈસીડીએસ કચેરી.
 * ચૈતાલી બાબુભાઈ ચૌધરી: મહેસાણા-૩ થી પ્રાંતિજ-૨ (સાબરકાંઠા).
 * અનસુયાબેન ગજાનંદ મકવાણા: ગોધરા-૪ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર.
 * ખેતાભાઈ હરિબેન ચૌધરી: ડીસા-૨ (બનાસકાંઠા) થી અબડાસા-૧ (કચ્છ).
 * નટવરલાલ ચૌધરી: નિઝર (તાપી) થી કપરાડા-૧ (વલસાડ).
 * ધારા અમુલકુમાર જોષી: કમિશનર આઈસીડીએસ કચેરી થી લાઠી (અમરેલી).
 * ક્રિશ્ના જયેશકુમાર સોની: કમિશનર આઈસીડીએસ કચેરી થી થરાદ-૨.
 * અભિપ્સા નીતીનભાઈ ગુર્જર: કમિશનર આઈસીડીએસ કચેરી થી તલોદ-૨ (સાબરકાંઠા).
 * નવનીતભાઈ પૂર્વી રાજપરા: કમિશનર આઈસીડીએસ કચેરી થી માણસા (ગાંધીનગર).
 * કિંજલ દવે: માણસા થી કમિશનર આઈસીડીએસ કચેરી.
સ્વ-વિનંતીથી બદલી મેળવનાર અધિકારીઓ:
પોતાની અંગત રજૂઆતોને આધારે નીચે મુજબના અધિકારીઓની બદલી કરવામાં આવી છે:
 * શ્રીમતી દિવ્યા હંસરાજ પંજાબી: ફતેપુરા-૧ (દાહોદ) થી આણંદ-૨.
 * રમેશભાઈ કસ્તુરી વાણિયા: દસક્રોઇ-૨ (અમદાવાદ) થી સૂત્રાપાડા (ગીર સોમનાથ).
 * જેઠીયાભાઈ બનુબેન ગામિત: સોનગઢ-૨ થી સોનગઢ-૧ (તાપી).
 * પૂજાબેન ગોવિંદભાઈ ચૌધરી: સતલાસણા (મહેસાણા) થી મહેસાણા ઘટક-૨.
 * દક્ષાબેન સનમુખરાય ભટ્ટ: સાવરકુંડલા-૧ (અમરેલી) થી પોરબંદર-૨.
 * પ્રિયંકા પ્રવિણચંદ્ર રાણા: ક્વાંટ-૧ (છોટા ઉદેપુર) થી ભરૂચ-૧.
 * મમતાબેન કૌશિકભાઈ કથિરીયા: બાબરા (અમરેલી) થી કેશોદ-૧ (જૂનાગઢ).
 * શિવાનીબેન એ. ભટ્ટ: શિનોર (વડોદરા) થી માતર (ખેડા).
 * ભુમિકાબેન રાજેન્દ્રસિંહ રાઉલજી: સંખેડા (છોટા ઉદેપુર) થી વસો (ખેડા).
 * કાશ્મીરાબેન એસ. ઠાકર: થરાદ-૧ થી અમીરગઢ-૧ (બનાસકાંઠા).
 * નિકેતા જે. ખાંટ: ખંભાળિયા-૧ (દેવભૂમિ દ્વારકા) થી અર્બન-૨ (રાજકોટ).
 * અંકિતાકુમારી બાબુભાઈ ગામીત: છોટા ઉદેપુર-૧ થી માંડવી-૧ (સુરત).
 * ભાવિકાબેન દાનસિંગભાઈ ચૌધરી: નસવાડી-૧ (છોટા ઉદેપુર) થી વાંસદા-૧ (નવસારી).
 * શ્રીમતી કાજલબેન કનુભાઇ ગોધમ: દ્વારકા થી પોરબંદર-૧.
 * પાયલબેન નટવરલાલ જાની: મહેસાણા-૧ થી સમી (પાટણ).
 * વિશાખાબેન વશરામભાઈ મકવાણા: વાલમ (મહેસાણા) થી દિયોદર-૨ (બનાસકાંઠા).

વિભાગના આ આદેશની નકલ રાજ્યના તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરો અને સંબંધિત તિજોરી કચેરીઓને જરૂરી કાર્યવાહી માટે મોકલી આપવામાં આવી છે.

(7:11 PM IST)