<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

મહી નદી પરનો જૂનો તાંતરોલી બ્રિજ તમામ પ્રકારની અવરજવર માટે બંધ કરાયો

ખાનપુર, કડાણા અને ત્યાંથી રાજસ્થાનને જોડતો મહત્વનો બ્રિજ છે તાંતરોલી:બ્રિજ બંધ કરાતા રાજસ્થાન જવા માટે ફરીને જવુ પડશે

મહીસાગર જિલ્લામાંથી પસાર થતી  મહી નદી પર આવેલો તાંતરોલી બ્રિજ 16 દિવસ અવરજવર માટે બંધ કરાયો છે.મહી નદી પરનો જૂનો તાંતરોલી બ્રિજ તમામ પ્રકારની અવરજવર માટે બંધ કરાયો છે. ખાનપુર, કડાણા અને ત્યાંથી રાજસ્થાનને જોડતો મહત્વનો તાંતરોલી બ્રિજ છે . આ બ્રિજ બંધ કરાતા રાજસ્થાન જવા માટે ફરીને જવુ પડશે. આજથી 16 એપ્રિલ સુધી બ્રીજ પર વાહનો અને રાહદારીઓ માટે પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે. બ્રીજની મજબૂતી ચકાસવા માટે હાથ ધરાયો બ્રીજ લોડ ટેસ્ટ. ભારે વાહનો શરૂ કરવાના હેતુથી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય ણનિર્ણય લેવાયો છે .  ચોમાસામાં ડુબાણમાં રહેતા બ્રીજની સુરક્ષાને ધ્યાને રાખી ટેસ્ટિંગ શરૂ કરાયું છે .

(8:12 PM IST)