<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

ગુજરાત જેલ વિભાગમાં ઐતિહાસિક બઢતીનો દોર : વહીવટી અને સુરક્ષા પાંખના ૪૭ કર્મચારીઓને ઉચ્ચ હોદ્દા પર બઢતી સાથે નવી નિમણૂક : જુઓ સંપૂર્ણ સૂચિ

પોલીસ મહાનિદેશક ડૉ. કે.એલ.એન. રાવ દ્વારા કચેરી અધિક્ષક, હેડ કલાર્ક, સીનીયર કલાર્ક અને જેલર ગૃપ-૨ સંવર્ગમાં બઢતીના આદેશ : રાજ્યની જેલોના વહીવટી માળખામાં ધરખમ ફેરફાર

અમદાવાદ:ગુજરાત રાજ્યના જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી દ્વારા વહીવટી કાર્યક્ષમતા અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે એકસાથે ૪૭ કર્મચારીઓને બઢતી આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ મહાનિદેશક ડૉ. કે.એલ.એન. રાવ દ્વારા તા. ૦૧/૦૪/૨૦૨૬ના રોજ ચાર અલગ-અલગ આદેશો દ્વારા વહીવટી પાંખના ૨૩ અને સુરક્ષા પાંખના (જેલર સંવર્ગ) ૨૪ કર્મચારીઓને હંગામી ધોરણે બઢતી આપી જાહેર સેવાર્થે નવી જેલ કે કચેરીઓ ખાતે નિમણૂક આપી છે.

સુરક્ષા પાંખ: ૨૪ સુબેદારોને જેલર ગૃપ-૨ (વર્ગ-૩) તરીકે બઢતી
₹ ૩૯,૯૦૦-૧,૨૬,૬૦૦ (લેવલ-૭) ના પગાર ધોરણમાં નીચે મુજબના કર્મચારીઓને બઢતી અપાઈ છે:
ઈસુભા લક્ષ્મણસિંહ સોલંકી (મહેસાણા), વિરમભાઈ શંભુભાઈ દેસાઈ (પાલનપુર), હિંમતસિંહ રામસિંહ પરમાર (છોટાઉદેપુર), કિરીટસિંહ રણજીતસિંહ સોલંકી (વડોદરા), નટવરસિંહ જેઠુસિંહ રાઠોડ (આણંદ), સિકંદરખાન અલીખાન પઠાણ (વડોદરા), બચુભાઈ જીવાભાઈ દેસાઈ (અમદાવાદ), બહાદુરસિંહ બચુભા સરવૈયા (હિંમતનગર), ભગવાનભાઈ કરશનભાઈ રાઠોડ (મોરબી), હસમુખભાઈ બેચરભાઈ વસાવા (ભરૂચ), દિલીપસિંહ રાયસિંગભાઈ સોલંકી (લાજપોર), વિક્રમસિંહ શંકરભાઈ મસાણી (પાટણ), જશવંતસિંહ પર્વતસિંહ સોલંકી (નર્મદા), દેવેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજા (રાજકોટ), બળવંતસિંહ નારસંગભાઈ પરમાર (લુણાવાડા), સુરેશભાઈ નરસીભાઈ ચૌધરી (મોડાસા), ભીમજીભાઈ કરશનભાઈ રબારી (અમદાવાદ), જયેન્દ્રસિંહ ભીખુભા રાઠોડ (સુરેન્દ્રનગર), વિજયસિંહ સુરેન્દ્રસિંહ પરમાર (ગાંધીનગર), અરવિંદભાઈ ગણેશભાઈ ચૌધરી (પાલનપુર), રમેશભાઈ વીરજીભાઈ પરમાર (પોરબંદર), ભરતસિંહ વિજયસિંહ ગોહિલ (બોટાદ), રઘુવીરસિંહ નારસંગભાઈ સોલંકી (ખેડા) અને અશ્વિનસિંહ વિક્રમસિંહ વાઘેલા (અમદાવાદ).

વહીવટી પાંખ: ૨૩ કર્મચારીઓને વિવિધ સંવર્ગમાં બઢતી:
૧. હેડ કલાર્કમાંથી કચેરી અધિક્ષક (૩ કર્મચારી):
મનીષકુમાર ડાહ્યાભાઇ ચૌહાણ (લાજપોર), કિશોરભાઇ નારણભાઇ સોલંકી (વહીવટ કચેરી, અમદાવાદ) અને પ્રદિપસિંહ તખુભા ચાવડા (અમદાવાદ મધ્યસ્થ જેલ).
૨. સીનીયર કલાર્કમાંથી હેડ કલાર્ક (૯ કર્મચારી):
સુધીર ત્રિકમભાઇ ગોપલાણી, સંજય એન રામાનુજ, કું વંદનાબેન શંકરભાઇ ચૌહાણ, આશિષકુમાર વિનોદરાય ધોડાસરા, આશિષકુમાર રમેશભાઇ બારૈયા, રૂતુલ ડી. સામઢીયા, મિતેષભાઇ મહેન્દ્રભાઇ મોદી, શ્રીમતી અવની ધવલ આચાર્ય અને હાર્દિકકુમાર દશરથભાઇ રામી.
૩. જુનીયર કલાર્કમાંથી સીનીયર કલાર્ક (૧૧ કર્મચારી):
કુ. દક્ષાબેન મગનભાઇ પાંડવ, કનુભાઇ ધુડાભાઇ ભરવાડ, કેવીન અરવિદભાઇ રૈયાણી, વિપુલકુમાર ઇશ્વરભાઇ પટેલ, કુલદીપસિંહ સુરેન્દ્રસિંહ ચૌહાણ, કુ. નાજનીનબાનુ નાસિરહુશેન શેખ, કુ. સેજલ કૈલાશભાઇ શાહ, કુ. નિધી કિશોરભાઇ લાધવા, શ્રીમતી મેધના બાબુભાઇ રબારી, કરણભાઇ અરસુરભાઇ કામળીયા અને રાજેશભાઇ નાગદાનભાઇ છૈયા.

બઢતી માટેની શરતો અને સૂચનાઓ
તમામ બઢતી પામેલ કર્મચારીઓએ સી.સી.સી. (CCC) પરીક્ષા પાસ કરેલી હોવી અનિવાર્ય છે. જે કર્મચારીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસ કે કોર્ટ કેસ પડતર હોય તેઓને છૂટા ન કરવા સૂચના અપાઈ છે. આ બઢતી તદ્દન હંગામી ધોરણે અપાઈ છે અને તમામ કર્મચારીઓને કોઈ પણ પ્રકારના ઉલટ પત્રવ્યવહાર વિના તાત્કાલિક અસરથી નવી નિમણૂકના સ્થળે હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે.

(10:27 PM IST)