News of Wednesday, 1st April 2026
ઈસુદાન ગઢવીની ધરપકડથી રાજકારણમાં ગરમાવો : કેજરીવાલે કહ્યું-હારના ડરથી ભાજપ બોખલાઈ ગઈ
કેજરીવાલે આક્ષેપ કર્યો છેલ્લા ત્રણ મહિનામાં ગુજરાતમાં AAP કાર્યકર્તાઓ વિરુદ્ધ 145 જેટલી FIR નોંધાઈ અને 160 થી વધુ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી

અમદાવાદ :આમ આદમી પાર્ટી (AAP) ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પોલીસ દ્વારા ધરપકડ કરતા રાજકીય ગરમાવો આવ્યો છે, પક્ષના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સહિતના દિગ્ગજ નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. આ ધરપકડને પગલે AAP અને ભાજપ વચ્ચેની રાજકીય લડાઈ હવે વધુ ઉગ્ર બની રહી હોય તેવું જણાય છે.
ઈસુદાન ગઢવીની ધરપકડના સમાચાર મળતા જ અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે, "આજે અમારા પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ધરપકડ કરવામાં આવી છે. હવે ગુજરાતનો એક-એક વ્યક્તિ આનો બદલો લેશે." કેજરીવાલે વધુમાં આક્ષેપ કર્યો હતો કે છેલ્લા ત્રણ મહિનામાં ગુજરાતમાં AAP કાર્યકર્તાઓ વિરુદ્ધ 145 જેટલી FIR નોંધવામાં આવી છે અને 160 થી વધુ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. તેમના મતે, ભાજપ ગુજરાતમાં હારના ડરથી બોખલાઈ ગઈ છે અને હવે 'તાનાશાહી' પર ઉતરી આવી છે.
(10:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
