<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

સુરતમાં અલ્પેશ કથીરિયાના પત્નીએ ભાજપમાંથી માંગી ટિકિટ

અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યા કથીરિયાની સુરતમાં વોર્ડ નં-3માં ભાજપમાંથી દાવેદારી.

સુરત :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાતને લઈ મોટા સમાચાર આવ્યા છેરાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીની જાહેરાત થઇ છે  સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યા કથીરિયાએ વોર્ડ નંબર 3 માંથી ભાજપની ટિકિટ માંગીને સૌને ચોંકાવી દીધા છે. 

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ભારે રસાકસી જોવા મળી રહી છે. પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવેલા અને હવે રાજકારણમાં સક્રિય એવા અલ્પેશ કથીરિયાના ધર્મપત્ની કાવ્યા કથીરિયાએ પણ રાજકીય મેદાનમાં ઝંપલાવ્યું છે. તેમણે સુરતના વોર્ડ નંબર 3 માંથી ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી ચૂંટણી લડવા માટે સત્તાવાર દાવેદારી નોંધાવી છે. તેમની આ દાવેદારીને લઈને સ્થાનિક રાજકારણમાં અનેક તર્કવિતર્કો શરૂ થઈ ગયા છે અને ભાજપ છાવણીમાં પણ ભારે ચર્ચા જાગી છે

(10:59 PM IST)