News of Thursday, 2nd April 2026
ગુજરાતમાં ફરી ભૂકંપ :નવસારીના વાંસદા પંથકમાં વહેલી સવારે 3.4ની તીવ્રતાનો આંચકો : કેન્દ્રબિંદુ મહારાષ્ટ્રમાં
સવારે 5:27 વાગ્યે જ્યારે લોકો નિદ્રાધીન હતા ત્યારે અચાનક ધરા ધ્રૂજી ઉઠી :વાંસદાના જૂજ ડેમ નજીકના ગામોમાં વધુ અનુભવાયા

દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે 5:27 વાગ્યે જ્યારે લોકો નિદ્રાધીન હતા ત્યારે અચાનક ધરા ધ્રૂજી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.4 નોંધાઈ છે.
ભૂકંપના આ આંચકા ખાસ કરીને વાંસદાના જૂજ ડેમ નજીકના ગામોમાં વધુ અનુભવાયા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ડેમના કારણે આ વિસ્તારમાં અવારનવાર ભૂસ્તરિય હલચલ જોવા મળે છે અને અગાઉ પણ અનેકવાર હળવા આંચકા અનુભવાઈ ચુક્યા છે.
પ્રાથમિક અહેવાલો અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં હોવાનું સામે આવ્યું છે. વહેલી સવારે આવેલા આ આંચકાને કારણે લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે, રાહતની વાત એ છે કે આ ભૂકંપના કારણે હજુ સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
