તા. ૧૦ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૮ શુક્રવાર
News of Thursday, 2nd April 2026
વડોદરાના તાંદલજા વિસ્તારમાં સાડા ત્રણ લાખ રૂપિયાની લૂંટ : પ્લાયવુડ દુકાનના માલિકનો ભત્રીજો રૂપિયા લઈને નીકળતા લૂંટાયો
કિસ્મત ચોકડીથી મહારાજા ચોકડી જતા માર્ગ પર ત્રણ લુટારાઓએ મોબાઈલ અને રોકડ લૂંટ્યા

વડોદરાના તાંદલજા વિસ્તારમાં સાડા ત્રણ લાખ રૂપિયાની લૂંટની ઘટના બની છે. પ્લાયવુડ દુકાનના માલિકનો ભત્રીજો રૂપિયા લઈને નીકળતા લૂંટાયો હોવાની માહિતી સામે આવી છે. કિસ્મત ચોકડીથી મહારાજા ચોકડી જતા માર્ગ પર બનાવ બન્યો. મહારાજા ચોકડી નજીક તાંદલજા પોલીસ ચોકીથી માત્ર 300 મીટર દૂર લૂંટનો બન્યો બનાવ. એ જ રોડ પર ગઈકાલે મોબાઈલની દુકાનમાં પણ થઈ હતી ચોરી. 24 કલાકમાં એક જ રોડ પર પોલીસ ચોકીની નજીક બન્યા બે બનાવ. ભોગ બનેલા યુવકના જણાવ્યા મુજબ પાછળથી આવેલા ત્રણ લુટારાઓએ મોબાઈલ અને રોકડ લૂંટ્યા. ઘટના બાદ યુવક ગભરાયેલી હાલતમાં જોવા મળ્યો. જે.પી રોડ પોલીસ સ્ટેશનને જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ છે.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
