તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
બનાસકાંઠાના ધાનેરા પંથકમાં 2 માસૂમ બાળાઓનું ઇકો ગાડીમાં અપહરણ: હાઈવે અને આસપાસમાં નાકાબંધી
'ઇકો' ગાડીમાં સવાર અજાણ્યા શખ્સોએ બે માસૂમ બાળાઓને બળજબરીપૂર્વક ગાડીમાં ખેંચી લીધી:પળવારમાં જ ગાડી પૂરપાટ ઝડપે ચારડા તરફ હંકારીને ફરાર થઈ ગયા

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ગામમાંથી આજે એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોરણ-૮ માં અભ્યાસ કરતી બે માસૂમ બાળાઓનું અજાણ્યા શખ્સો દ્વારા ઇકો ગાડીમાં અપહરણ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને દહેશતનો માહોલ વ્યાપી ગયો છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસની કામગીરી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે.
મળતી વિગતો મુજબ ચાર બાળાઓ શાળાએથી છૂટીને ઘરે આવ્યા બાદ બપોરે ૧૧ થી ૧૨ વાગ્યાના અરસામાં ખેતર નજીક રમી રહી હતી. આ દરમિયાન રોડ પરથી પસાર થતા એક વાહનનો અવાજ સાંભળી બાળાઓને લાગ્યું કે કોઈ કુલ્ફી કે બરફવાળો આવ્યો હશે, જેથી તેઓ કુતુહલવશ રોડ તરફ દોડી ગઈ હતી.
આ સમયે ત્યાં ઓચિંતી જ એક 'ઇકો' ગાડી આવી ચઢી હતી અને તેમાં સવાર અજાણ્યા શખ્સોએ બે માસૂમ બાળાઓને બળજબરીપૂર્વક ગાડીમાં ખેંચી લીધી હતી. અપહરણકર્તાઓ પળવારમાં જ ગાડી પૂરપાટ ઝડપે ચારડા તરફ હંકારીને ફરાર થઈ ગયા હતા
(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
