News of Friday, 3rd April 2026
૨૪ વર્ષથી મોરબી પંથકમાંથી વોન્ટેડ ઇનામી આરોપીને સુરત PCB હૈદરાબાદથી વિશેષ ઓપરેશનમાં ઉપાડી લાવી
૧૫ વર્ષથી વધુ સમય થયા વોન્ટેડ ૮૦ આરોપીને રાજ્ય બહારથી ઝડપી લેનાર PCB PI આર .એસ. સુવેરા ટીમ પોતાનાં જ વિક્રમો તોડી રહી છે ASI હસમુખભાઈ મોહનભાઈ અને હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લુણીની બાતમી અંતર્ગત પોલીસ કમિશનરશ્રી અને અમોએ નેટવર્ક એક્ટિવ કરેલ. લીલી ઝંડી મળતા ત્રાટકયા હતા.અકિલા સાથે દિલધડક કાર્યનુ અથ થી ઈતિ PI આર.એસ. સુવેરા વર્ણવે છે

રાજકોટ તા. ૩: નો વોન્ટેડ ઇન સુરત ક્રાઈમ અભિયાનના સ્વપ્નદ્રષ્ટા પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ છેલ્લા ૧૫ વર્ષથી વધુ સમય થયા રાજ્ય બહાર ચાલ્યા ગયેલા અંદાજે ૮૦ જેટલા વોન્ટેડ આરોપીને પકડી વિક્રમ સર્જનાર PCB બ્રાન્ચના ખુબ મહેનતુ અને કાર્યદક્ષ પોલીસ ઇન્સ્પેક્ટર આર. એસ . સુવેરા અને તેની એક્ટિવ ટીમ દ્વારા ફરી એક જ્વલંત સફળતા મેળવી ૨૪ વર્ષથી વધુ સમય થયા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
પી.સી. બીના એ.એસ.આઇ હસમુખભાઇ મોહનભાઇ તથા અ.હે.કો અશોકભાઇ લુણી નાઓને હકીકત મળેલ કે, ‘મોરબી જીલ્લાના મોરબી તાલુકા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. ૭૪/૨૦૦૨ ઈ.પી.કો. કલમ - ૩૦૨ મુજબના ગુનાના કામે રૂ.૧૦,૦૦૦/ ના નાસતા ફરતા ઇનામી આરોપી. ગંગારામ s/o. છોટાદિલા ચતર મુળ રહે. વોર્ડ નંબર ૩ ભરભરીયા ગામ, થાના. મંઝારી જીલ્લા. પヘમિ સિંહભુમ ઝારખંડ નાઓ હાલ રહે. પાંડુ બસ્તી સુરારામ હૈદરાબાદ ખાતે રહે છે.' જે બાતમી હકીકત આધારે પી.સી.બીની ટીમ બનાવી બાતમી હકીકતવાળી જગ્યાએ જઇ આરોપી. ગંગારામ s/o. છોટા દિલા ચતર ઉ.વ.પર ધંધો.મજુરીકામ મુળ રહે. વોર્ડ નંબર ૩ ભરભરીયા ગામ થાના મંઝારી જીલ્લા પヘુિમ સિંહભુમ ઝારખંડ હાલ રહે. પાંડુ બસ્તી સુરારામ હૈદરાબાદ વાળાને દબોચી લેવામા પી.સી.બીને સફળતા મળેલ છે.
જે મજકુર પકડાયેલ ઇસમની પુછપરછ કરતા પોતે સને. ૨૦૦૨ મા મોરબી, અંબાણી સીરામીક, લાલપર ખાતે રહેતો હોય તેનો આ કામે મરણ જનાર. કાલીચરણ નાઓ સાથે બે હજાર રૂપીયાની ચોરી બાબતે ઝગડો થતા તેણે આ કાલીચરણ નાઓને માંથાના ભાગે લોખંડનો પાઇપ મારી મોત નીપજાવી ત્યાથી ભાગી ગયેલ જે ગુનામા તેને વોન્ટેડ બતાવેલ હોય અને પોલીસ તેને શોધવા તેના વતન ખાતે આવતી હોય પોતે પોલીસ ધરપકડથી બચવા સારૂ અલગ-અલગ રાજ્યમા મજુરી કામ કરતો હોવાની હકીકત જણાવેલ. જેથી આ બાબતે મોરબી જીલ્લાના મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખાત્રી કરાવતા આરોપી મોરબી જીલ્લાના મોરબી તાલુકા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. ૭૪/૨૦૦૨ ઈ.પી.કો. કલમ-૩૦૨ મુજબ ગુનામા નાસતો-ફરતો હોય તેમજ આ આરોપી ચાલાક અને સાતીર દિમાગનો હોય જેથી તે પોલીસને ચકમો આપવામા માહીર હોવાના કારણે તે આસાનીથી પોલીસ પકડમા આવે તેમ ન હોય જેથી મજકુર આરોપીને પકડવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, રાજકોટ નાઓ દ્વારા રૂ.૧૦,૦૦૦/- ઇનામ પણ જાહેર કરેલ હોવાનુ જણાયેલ.
જેથી મજકુર આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે તેનો કબ્જો મોરબી જીલ્લાના મોરબી તાલુકા પો.સ્ટેને સોંપવા તજવીજ હાથ ધરવામા આવેલ છે.
તેમ PCB પોલીસ Pi આર. એસ. સુવેરાએ અકિલા સાથેની વાતચીતમાં વિશેષમાં જણાવેલ.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
