તા. ૨૬ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૬ શુક્રવાર
News of Friday, 3rd April 2026
પિનકોડ જાણવા રેઢા ATM મશીનમાં નાના કેમેરાઓ ગોઠવાતા હોવાનો પર્દાફાશ
કાર્ડ સ્વેપ કરવાના મશીનમાં ડુપ્લીકેટ મશીન લગાડતી ગેંગના ૬ વર્ષથી વોન્ટેડ હરિયાણાથી ઝડપાયેલ આંતરરાજ્ય ગેંગના માસ્ટર માઇન્ડની અનુપમસિંહ ગેહલોતના સીધા માર્ગદર્શન હેઠળ સુરત સચિન જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપસિંહ ગોહિલ ટીમની પૂછપરછમાં મોટો ધડાકો... : સૂક્ષ્મ કેમેરામાં બેંક ગ્રાહકોના પિન નંબરની કોપી થઈ જતી, બેન્કિંગ જગત અને લોકો પરેશાન થયેલ, સીપીના નો વોન્ટેડ ઇન સુરત અભિયાન અંતર્ગત અમારી ટીમે ટેકનિકલ સર્વેલેન્સ સાથે બાતમીદાર વર્તુળો એક્ટિવેટ કરી રાજ્ય બહાર પહોંચી સફળતા મેળવી, બેન્કિંગ જગત દ્વારા પોલીસ કમિશનરનો અશકય કાર્ય ટીમ મારફતે શકય બનાવવા બદલ રૂબરૂ પહોંચી આભાર વ્યક્ત કર્યો...

રાજકોટ, તા.૩: વિવિધ બેંકોના એટીએમ મશીનમાં કાર્ડ સ્વેપ કરવાનુ ડુપ્લીકેટ મશીન લગાવી લાખો રૂપિયાની છેતરપિંડી દ્વારા હાહાકાર મચાવનાર ૬ વર્ષથી વોન્ટેડ આરોપીને આખરે પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતના નો વોન્ટેડ ઇન સુરત ક્રાઈમ અભિયાન અંતર્ગત સુરત સચિન જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપસિંહ ગોહિલ ટીમ દ્વારા ઝડપી લેવાતા પોલીસ કમિશનર દ્વારા આખી ટીમને બિરદાવી હતી, બેન્કિગ જગત પણ આ માસ્ટર માઈન્ડ ઝડપાતા નિરાંતનો શ્વાસ લેવા સાથે પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતને રૂબરૂ મળી પોતાની રજૂઆતના ત્વરિત અમલ બદલ આભાર વ્યકત કરી આખી ટીમને બિરદાવી છે.
હરિયાણાથી ઝડપી લેવાયેલ રીઢા ગુનેગાર મુન્ફેદ ઉર્ફે પુનિ આસ મોહમદ ખાન છેલ્લા ૬ વર્ષથી વોન્ટેડ હતો, જેમને પોલીસ કમિશનરશ્રીના સફળ અભિયાન અંતર્ગત અમારી ટીમે ઝડપી હરિયાણાથી ઝડપી લીધો છે, તેમ અકિલા સાથેની વાતચીતમાં સચિન GIDC પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપસિંહ ગોહિલે જણાવી પોતાની ટીમની જહેમતને નમ્રતાપૂર્વક યશ આપ્યો હતો.
સચિન GIDC પોલીસની ટીમ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ ફરાર આરોપીના સગડ મેળવવામાં સફળ રહી હતી. વર્ષ ૨૦૨૦ માં આ આરોપી વિરુદ્ધ સચિન GIDC પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનો નોંધાયો હતો, ત્યારથી તે ધરપકડથી બચવા માટે નાસતો-ફરતો હતો. આખરે હરિયાણાના મેવાત પંથકમાંથી તેને દબોચી લેવામાં આવ્યો છે. આ ધરપકડથી એટીએમ ક્લોનિંગ કરતી આંતરરાજ્ય ગેંગના અન્ય સભ્યોના નામ પણ બહાર આવે તેવી શકયતા સેવાઈ રહી છે.
પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપસિંહ ગોહિલ દ્વારા અકિલા સાથેની વાતચીતમાં દહેશત વ્યકત કરી હતી.
આરોપીની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. મુનફેદ ઉર્ફે પુન્ની અલગ-અલગ બેંકોના એટીએમ સેન્ટરોની રેકી કરતો હતો. જે એટીએમમાં સિકયોરિટી ગાર્ડ ન હોય ત્યાં તે કાર્ડ રીડરના સ્લોટમાં ‘સ્કીમર' (સ્વાઈપ મશીન) અને પિન કોડ જાણવા માટે નાનો કેમેરો ગોઠવી દેતો હતો. જ્યારે કોઈ ગ્રાહક રૂપિયા ઉપાડવા આવે ત્યારે તેના કાર્ડનો તમામ ડેટા આ મશીનમાં કોપી થઈ જતો હતો. ત્યારબાદ આરોપી આ ડેટાનો ઉપયોગ કરીને બીજા ખાલી કાર્ડમાં મેગ્નેટિક સ્ટ્રિપ રાઈટ કરતો અને ગમે તે શહેરમાંથી ગ્રાહકના ખાતામાંથી રોકડ રકમ ઉપાડી લેતો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપસિંહ ગોહિલ દ્વારા અકિલા સાથેની વાતચીતમાં દહેશત વ્યકત કરી હતી.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
