News of Friday, 3rd April 2026
આજે યુવા અને બુલડોઝર IPS તરીકે જાણીતા પ્રેમસુખ ડેલુનો જન્મદિવસ
ખૂબ સામાન્ય પરિવારમાંથી અસામાન્ય સિદ્ધિ મેળવનાર સુરેન્દ્રનગર એસપી પર અભિનંદન વર્ષે છે અપરંપાર

રાજકોટ તા.૩: રાજ્ય પોલીસ તંત્રના કાર્યદક્ષ અને સ્વચ્છ છબી ધરાવતા સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા અને અસામાજિક તત્વોના ગેર કાયદે દબાણો, બિલ્ડિંગનો કચ્ચરઘાણ કાઢવા માટે જાણીતા આલપીએસ પ્રે સુખ ડેલૂનો જન્મ દિવસ છે.
રાજસ્થાનના બિલકુલ સામાન્ય પરિવારમાંથી આવેલ આ યુવાનને જાત મહેનત કરી આગળ વધવું એવો દ્રઢ નિર્ધાર હોવાથી જુદા જુદા કર્યો કરવા સાથે પોતાનો અભ્યાસ ગોલ રાત દિવસ જહેમત ઉઠાવી પૂર્ણ કરી માતા પિતાનું સ્વપ્ન સાકાર કરેલ.
અમરેલીમાં તેમના સદ નસીબે તેમના જેવા કાર્યદક્ષ અને સ્વચ્છ છબી ધરાવતા કડકાઈથી કામ લેવા ટેવાયેલ હાલના રાજકોટ રેન્જ વડા શ્રી નિર્લિપ્ત રાય સાથે કામ કરવાની તક મળતા તેમની શક્તિ વધારે નિખરી. અમદાવાદ ડીસીપી તરીકે અમદાવાદની એક યુગની કૂ વિખ્યાત ગેંગના સભ્યની ગેર કાયદે ઇમારત પર બુલ ડોઝર ચાલવેલ. ત્યારબાદ જામનગરની વિશેષ પરિસ્થિતિ ધ્યાને રાખી તેમને અહીં ચાર્જ આસપવામાં આવતા જિલ્લાના કેટલાક માથાભારે તત્વો દ્વારા ગેર કાયદે વીજ જોડાણ પોતાના દબાણ કરેલ જમીનમાં કર્યાંનુ ખુલતા બૂલડોઝર ચલાવેલ, સુરેન્દ્ર નગરની ફૂલી ફાલેલ ગુન્હાખોરી પર પણ જબ્બર અંકુશ લગાવેલ, યોગાનુયોગ રાજકોટ રેન્જ ડીઆઈજી પદે શ્રી નિર્લિપ્ત રાય જેવા કાર્યદક્ષ વડા આવતા પ્રેમ સુખ ડેલુ માટે તો દોડવું હતું અને ઢાળ મળવા જેવું થયું છે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
