<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

સુરતના વોર્ડ નં. 2માં જામશે પતિ-પત્ની વચ્ચે જંગ !! ધાર્મિક માલવિયાની ભાજપમાં દાવેદારી :પત્ની મોનાલી હિરપરાએ 'આપ'માંથી ઉમેદવારી કરી

વે એક જ પરિવારના બે સભ્યો અલગ-અલગ પાર્ટીમાંથી દાવેદારી કરતા રાજકીય ગરમાવો વધ્યો

સુરતના વોર્ડ નં. 2માં પતિ-પત્નીની રાજકીય દાવેદારી ચર્ચાનો વિષય બની છે. ધાર્મિક માલવિયાએ ભાજપમાં દાવેદારી નોંધાવી છે, જ્યારે તેમની પત્ની મોનાલી હિરપરાએ આમ આદમી પાર્ટીમાં પોતાની ઉમેદવારી રજૂ કરી છે. 

  AAPના શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીના જણાવ્યા મુજબ, મોનાલીબેને સેન્સ પ્રક્રિયામાં હાજરી આપી હતી અને ફરી કોર્પોરેટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે વધુમાં કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં મોનાલીબેને AAPમાંથી સારો કાર્ય કર્યું છે. બીજી તરફ, બે દિવસ પહેલાં ધાર્મિક માલવિયાએ ભાજપમાં દાવેદારી નોંધાવી હતી અને પત્ની રાજકીય રીતે સક્રિય ન હોવાનો દાવો કર્યો હતો. હવે એક જ પરિવારના બે સભ્યો અલગ-અલગ પાર્ટીમાંથી દાવેદારી કરતા રાજકીય ગરમાવો વધ્યો છે. 

   ધાર્મિક માલવીયાએ એક નિવેદન આપ્યું હતું કે તેમના પત્ની હવે રાજકારણમાં સક્રિય સભ્ય રહેશે નહીં અને તેમણે કોઈ દાવેદારી કરી નથી. જોકે આ નિવેદનથી વિપરીત મોનાલી હિરપરાએ AAP ની સેન્સ પ્રક્રિયામાં સામેલ થઈને પોતાની રાજકીય મહત્વાકાંક્ષા સ્પષ્ટ કરી દીધી છે. જો બંને પક્ષો દ્વારા આ દંપતીની પસંદગી કરવામાં આવે તો સુરતનો વોર્ડ નંબર 2 આખા રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બનશે, જ્યાં એક જ ઘરમાં રહેતા પતિ અને પત્ની અલગ-અલગ વિચારધારા અને પક્ષો માટે સામસામે મતો માંગતા જોવા મળશે. આ મુદ્દો હાલ  ભારે ચર્ચાઈ રહ્યો છે.

(6:39 PM IST)