<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના માળખાની ભવ્ય જાહેરાત : પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજીની સૂચનાથી ૨૧ હોદ્દેદારોની નિમણૂક : જુઓ સંપૂર્ણ યાદી

લઘુમતી મોરચાના પ્રદેશ અધ્યક્ષ નાહીન કાઝી દ્વારા સંગઠનાત્મક નિમણૂકોનું લિસ્ટ જાહેર : ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રી તરીકે વિવિધ જિલ્લાના સક્રિય કાર્યકરોને મળી જવાબદારી

ગાંધીનગર:ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી લઘુમતી મોરચાના પ્રદેશ હોદ્દેદારોની નવી યાદી જાહેર કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર તેમજ મોવડી મંડળ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ, લઘુમતી મોરચાના પ્રદેશ અધ્યક્ષ નાહીન કાઝી દ્વારા આજ રોજ સત્તાવાર રીતે સંગઠનાત્મક નિમણૂકોની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરોમાંથી આવતા ૨૧ જેટલા અનુભવી અને સક્રિય અગ્રણીઓને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.

પ્રદેશ ઉપપ્રમુખ તરીકે ૮ સભ્યોની પસંદગી:
સંગઠનમાં પ્રદેશ ઉપપ્રમુખ તરીકે કુલ ૮ હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે, જેમાં વસીમભાઈ શેખ (ગાંધીનગર મહાનગર), હુસૈનભાઈ દલ (જૂનાગઢ જિલ્લો), મોહમ્મદ ઈલ્યાસભાઈ મલેક (વલસાડ જિલ્લો), અબ્દુલ વહાબખાન પઠાણ (કર્ણાવતી મહાનગર), સાજીદહુસૈન સૈયદ (ખેડા જિલ્લો), બોમી ટેમુરસ્પ જાગીરદાર (નવસારી જિલ્લો), હનીફભાઈ પટેલ (ભરૂચ જિલ્લો) અને રિઝવાનભાઈ મુલતાની (પંચમહાલ જિલ્લો) નો સમાવેશ થાય છે.

મહામંત્રી અને મંત્રી પદની જવાબદારી:
પ્રદેશ મહામંત્રી તરીકે તારીકભાઈ સોલંકી (બનાસકાંઠા જિલ્લો), અબ્બાસી સાદાબ અબ્દુલકાદર (મહીસાગર જિલ્લો) અને આફિયાબેન મલેક (આણંદ જિલ્લો) ની વરણી કરવામાં આવી છે. જ્યારે પ્રદેશ મંત્રી તરીકે મોહસીનભાઈ વોહરા (વડોદરા મહાનગર), રાજુભાઈ દલવાણી (રાજકોટ મહાનગર), જોયબભાઈ કપાસી (જામનગર મહાનગર), વાજીદ હુસૈન મિર્ઝા (સુરત મહાનગર), ડૉ. નફીસાબેન સરેસિયા (રાજકોટ જિલ્લો), ગુલામહુસૈનભાઈ બારાચ (કચ્છ જિલ્લો), રહીમભાઈ મીર (ગાંધીનગર જિલ્લો) અને હરજીન્દરસિંહ લાંબા (સુરત જિલ્લો) ને જવાબદારી સોંપાઈ છે.

કોષાધ્યક્ષ અને કાર્યાલય મંત્રી
આ ઉપરાંત, રફીકભાઈ હુણાણી (અમરેલી જિલ્લો) ની પ્રદેશ કોષાધ્યક્ષ તરીકે અને અલ્તાફભાઈ બુખારી (કર્ણાવતી મહાનગર) ની પ્રદેશ કાર્યાલય મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

આ નિમણૂકની નકલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ મહામંત્રી અનિરૂદ્ધભાઈ દવે, અજયભાઈ બ્રહ્મભટ્ટ, હિતેન્દ્રભાઈ ચૌહાણ તેમજ લઘુમતી મોરચાના પ્રભારી રસિકભાઈ પ્રજાપતિને રવાના કરવામાં આવી છે. આ નવા માળખાથી આગામી સમયમાં લઘુમતી મોરચાની કામગીરીમાં વધુ વેગ આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.

(7:21 PM IST)