News of Friday, 3rd April 2026
યાત્રાધામ અંબાજી સહિત દાંતા અને હડાદ પંથકમાં વાતાવરણમાં જોરદાર પલટો:વરસાદી ઝાપટાં પડ્યા
બપોર બાદ અચાનક આકાશ વાદળોથી ઘેરાઈ ગયું અને અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ

બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી સહિત દાંતા અને હડાદ પંથકમાં આજે વાતાવરણમાં જોરદાર પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે બપોર બાદ અચાનક આકાશ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે.
અંબાજીમાં વરસાદી માહોલ જામ્યો છે, તો બીજી તરફ દાંતા પંથકમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. હડાદ પંથકમાં ભારે પવન ફૂંકાવાને કારણે વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જેના લીધે ધૂળની ડમરીઓ ઉડી હતી. ગરમીથી પરેશાન લોકો માટે આ ઠંડક રાહત લાવી છે, પરંતુ વાતાવરણના આ અચાનક બદલાવથી જનજીવન પ્રભાવિત થયું છે.
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
