<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

આગામી ત્રણ કલાકમાં રાજ્યના અનેક જિલ્લામાં તોફાની પવન સાથે કમોસમી વરસાદની આગાહી: પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

મહતમ 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુકાઈ શકે: રાજયના 19 જિલ્લા અને દીવ માટે પણ હવામાન વિભાગે યેલો એલર્ટ આપ્યું

અમદાવાદ : આગામી ત્રણ કલાકને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મહતમ 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુકાઈ શકે છે. 19 જિલ્લા અને દીવ માટે પણ હવામાન વિભાગે યેલો એલર્ટ આપ્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે.

(8:24 PM IST)