News of Friday, 3rd April 2026
અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો :વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો
રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન એમ બે સિસ્ટમ એકસાથે સક્રિય થતા વાતાવરણમાં પલટો આવ્યો

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન એમ બે સિસ્ટમ એકસાથે સક્રિય થતા વાતાવરણમાં પલટો આવ્યો છે. આ દરમિયાન અમદાવાદના પૂર્વ વસ્ત્રાલ સહિતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ થયો છે.
ભરઉનાળે અમદાવાદ અને સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લામાં કમોસમી વરસાદ થયો છે. હવામાન વિભાગે આજે શુક્રવારે અને આગામી 7 એપ્રિલે રાજ્યના કેટલાક ભાગોમાં હળવા કમોસમી વરસાદની આગાહી કરી છે. તેવામાં અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવતા કેટલાક વિસ્તારોમાં માવઠું થયું છે.
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
