<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

ગુજરાતના બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે તેમના સામાજિક બંધારણ અંતર્ગત રાજ્યસ્તરની ત્રીજી કોન્ફરન્સ સંપન્ન

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલઃ અમદાવાદ સર્કિટ હાઉસમાં રાજ્યસ્તર ની બૌદ્ધ ધર્મના 'વિનયપિટક' એટલે કે બૌદ્ધ ધર્મના ઓફિસિયલી બૌદ્ધ અનુયાયીઓ માટેનું ''સામાજિક બંધારણ'' (આચારસંહિતા) અંતર્ગત તેમાં સુધારા વધારા કરવા માટે એક અદ્બુત  કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન મહા ગુજરાત બૌદ્ધ સંઘ ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું હતું.જેમાં રાજકોટ જામનગર અમદાવાદ સુરત જિલ્લા સહિત સમગ્ર ગુજરાત પ્રદેશ ના લગભગ ૨૫ થી પણ વધુ જિલ્લાઓના આશરે ૭૦ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને પોતાના મત – મંતવ્ય રજૂ કર્યા હતા.અંતે સૌથી સંમતિ અને સહમતિ થી સર્વાનુમતે કુલ ૧૬ જેટલા સુધારા વધારા કરવામાં આવ્યા હતા. કોન્ફરન્સમાં ભાગ લેનાર તેમજ સાથ સહયોગ સહકાર આપવા બદલ તમામ ને મહા ગુજરાત બૌદ્ધ સંઘ દ્વારા સાધુવાદ પાઠવવામાં આવ્યાં હતા.

(10:46 AM IST)