News of Saturday, 4th April 2026
ગુજરાત પ્રદેશ ભાજપા યુવા મોરચાના વિવિધ વિભાગોના હોદ્દેદારોની નિમણૂક : પ્રદેશ કારોબારી સભ્યો અને સેલના કન્વીનરોની યાદી જાહેર : જુઓ સંપૂર્ણ યાદી
પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મોવડી મંડળ સાથેની ચર્ચા બાદ ડો. હેમાંગ જોષીએ યુવા મોરચાના સંગઠનાત્મક માળખાને આપ્યો આખરી ઓપ : તમામ જિલ્લાઓનું પ્રતિનિધિત્વ જળવાયું

ગાંધીનગર:ગુજરાત પ્રદેશ ભાજપા યુવા મોરચા દ્વારા સંગઠનાત્મક પ્રક્રિયાને વેગ આપતા વિવિધ મહત્વની નિમણૂકોની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ ભાજપા પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ, યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો. હેમાંગ જોષી દ્વારા પ્રદેશ કારોબારી સભ્યો તેમજ વિવિધ સેલના કન્વીનર અને સહ-કન્વીનરોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નિમણૂકોમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓના પાયાના કાર્યકરોને સ્થાન આપીને સંગઠનને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પ્રદેશ કારોબારી સભ્યોની યાદી:
યુવા મોરચાની પ્રદેશ કારોબારીમાં કુલ ૨૫ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ભરૂચથી ધ્યાન રાજેશભાઈ દેશમુખ, કર્ણાવતીથી ડો. યશ પટેલ, સુરતથી યશ ઘનશ્યામભાઈ ગોયાણી, પંચમહાલથી દિવ્યપાલસિંહ સોલંકી, અરવલ્લીથી મહેશ્વરસિંહ રાજપુરોહિત, મહેસાણાથી ડો. ચિંતન માનસિંગભાઈ ચૌધરી, રાજકોટથી જય લિનેશભાઈ ગજજર, કર્ણાવતીથી પ્રવિણ રાયમલભાઈ દેસાઈ, વલસાડથી વિશ્વદીપસિંહ જાડેજા, સુરતથી ડો. રવિના વેકરિયા, મહીસાગરથી જયદેવસિંહ સોલંકી, પાટણથી રાજેશકુમાર તળશીભાઈ ચૌધરી, સુરેન્દ્રનગરથી પાર્થ કિશોરભાઈ વિસાણી, કચ્છથી ભુવી અરજણભાઈ જોગી, બનાસકાંઠાથી દીક્ષિત લક્ષ્મણભાઈ ચૌધરી, જૂનાગઢથી વિજયકુમાર ભરડા, અમદાવાદથી હર્ષદસિંહ ઝાલા, કચ્છથી દીપેશ કાતરીયા, પાટણથી નિકુંજ હિતેન્દ્રભાઈ ઠાકર, સુરતથી અતુલકુમાર મોહતા, કર્ણાવતીથી રવિ કિરીટભાઈ પટેલ, કર્ણાવતીથી સન્ની અમિત શાહ, કર્ણાવતીથી શાંતનું પુરણકુમાર દેસાઈ, સુરેન્દ્રનગરથી અજયરાજસિંહ જાડેજા અને કચ્છથી અક્ષય રાજેન્દ્રભાઈ ઠક્કરનો સમાવેશ થાય છે.
વિવિધ સેલના હોદ્દેદારો:
યુવા મોરચા દ્વારા વિવિધ સામાજિક અને રચનાત્મક પાંખો માટે પણ જવાબદારીઓ સોંપવામાં આવી છે.
* અંત્યોદય CSR સેલ: આ સેલમાં જૂનાગઢના ડો. પૂજા વી. કટારીયાને કન્વીનર તરીકે નિયુક્ત કરાયા છે. જ્યારે સહ-કન્વીનર તરીકે કર્ણાવતીના તરુણ બાબુભાઈ પટેલ, રાજકોટના મોહિતસિંહ જાડેજા, સુરતના ચિરાગભાઈ ઘનશ્યામભાઈ સાવલિયા અને રાજકોટના ભાવિન હરેશભાઈ ખુંટની વરણી કરવામાં આવી છે.
* મીડિયા સેલ: મીડિયાની જવાબદારી વડોદરાના ગરીમા મુકેશ માલવણકરને કન્વીનર તરીકે સોંપાઈ છે. તેમની સાથે સહ-કન્વીનર તરીકે ગાંધીનગરના મન બારોટ, કર્ણાવતીના ગાંધી હિરેનકુમાર દિનેશભાઈ, કર્ણાવતીના મેહુલ પંચશાલી અને વડોદરાના વિવેક પ્રદીપભાઈ પંડ્યા કાર્યરત રહેશે.
* સોશિયલ મીડિયા સેલ: આ મહત્વના વિભાગમાં કર્ણાવતીના ધ્રુવ અજયભાઈ પંડિતને કન્વીનર બનાવવામાં આવ્યા છે. સહ-કન્વીનર તરીકે સાબરકાંઠાના મંથનકુમાર અરવિંદભાઈ પંચાલ, કચ્છના શુભ આનમ, અરવલ્લીના હર્ષભાઈ પંકજભાઈ પંચાલ અને અમરેલીના આશિષભાઈ જીવરાજભાઈ રાઠોડની નિમણૂક થઈ છે.
* PRT & Youth Development સેલ: કર્ણાવતીના મોહિત ટીલવાણીને કન્વીનરની જવાબદારી અપાઈ છે. સહ-કન્વીનર તરીકે વલસાડના યશ સંજય શર્મા, ગીર-સોમનાથના વિશ્વાસ મહેશભાઈ મિશ્રા, નવસારીના શિવેન્દ્રસિંહ સોલંકી અને ગાંધીનગરના પટેલ જીગર નરેન્દ્રકુમાર સેવા આપશે.
* આત્મનિર્ભર ભારત સેલ: જૂનાગઢના નિખિલ જયેન્દ્રભાઈ મેઢીયા કન્વીનર તરીકે પસંદ થયા છે. સહ-કન્વીનર તરીકે વડોદરાના ખુશ અતુલભાઈ બ્રહ્મભટ્ટ, કર્ણાવતીના કુનાલ પારઘી, કર્ણાવતીના ધવલકુમાર કિશોરભાઈ બારોટ અને ગાંધીનગરના અર્જુનસિંહ રઘુવીરસિંહ ચુડાસમાનો સમાવેશ થાય છે.
* ખેલો ભારત સેલ: ભાવનગરના જયરાજસિંહ જગદીશસિંહ ગોહિલને કન્વીનર પદ સોંપાયું છે. સહ-કન્વીનર તરીકે વલસાડના હર્ષિતકુમાર વિનોદભાઈ દેસાઈ, બનાસકાંઠાના અભિષેક લક્ષ્મણજી ઠાકોર, અમદાવાદના ભૌમિક કૌશિકભાઈ પટેલ અને ગીર-સોમનાથના તેજશ સોલંકીની નિમણૂક કરવામાં આવી છે.
આ તમામ નિમણૂકો તાત્કાલિક અસરથી અમલમાં આવશે અને આગામી સમયમાં યુવા મોરચાના કાર્યક્રમોને વેગ આપવા માટે આ નવી ટીમ સક્રિય ભૂમિકા ભજવશે.
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
