News of Monday, 6th April 2026
તાપીના નિઝર તાલુકામાં આવેલા કોટલીગામે દીપડાનો આતંક યથાવત
ખૂંખાર દીપડા એ ચારો ચરતી બકરી પર હુમલો કરીને ફાડી ખાધી હતી

તાપીના નિઝર તાલુકામાં આવેલ મૌજે કોટલી ગામની સીમમાં ફરી ખૂંખાર દીપડાઓનો આંતક સામે આવ્યો છે. ખેતરાડી વિસ્તારમાં બકરીઓ ચરાવવા ગયેલ પશુપાલકની એક બકરી ઉપર ખૂંખાર દીપડાએ હુમલો કરી ખેતરમાં ખેંચી લઇ જઈ મારણ ખાધી હોવાની ઘટના સામે આવી છે.
આ બાબતે મળતી માહિતી મુજબ કોટલી ગામના પશુપાલક પ્રતાપભાઈ લક્ષમણભાઈ ગત રોજ ગામની સીમમાં ખેતરાડી વિસ્તારમાં પોતના પાલતુ બકરીઓને ચરાવવા ગયો હતા. જેઓ સાંજના આશરે ચારેક વાગે બકરીઓને લઇને પોતાના ઘરે આવ્યા હતા. ત્યાં જોતા એક બકરી ઓછી નીકળી હતી.
જેથી પશુપાલકને શંકા થઇ હતી.કે,ખેતરાડી વિસ્તારમાંથી પરત ફરતી વેળાએ બકરીઓના ટોળામાંથી એક બકરી વિખુટા પડીને ખેતરમાં જ રહી ગઈ છે. જે પશુપાલક સહીત ગામના લોકો બકરીને શોધવા માટે ખેતરાડી વિસ્તારમાં ગયા હતા.
તે દરમ્યાન એક જુવારના ઉભા પાકવાળા ખેતરમાં બકરીને ખૂંખાર દીપડાએ ફાડી ખાધેલી હાલતમાં જોવા મળી આવી હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારના લોકોમાં ખૂંખાર દીપડાના આંતકને લઇ ભયનો માહોલ છવાઈ ગયો છે.
ઉલ્લેખનીય એ છે.કે, આ ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી ખૂંખાર દીપડાએ આંતક મચાવ્યો છે. અગાઉ પણ આ ગામની સીમમાં ખૂંખાર દીપડો પાંજરામાં કેદ થયો હતો. ત્યાર બાદ પણ લોકોઓને ફરી આ વિસ્તારમાં ખૂંખાર દીપડાઓ નજરે પડ્યા હતા.
ગત રોજ ફરી પશુપાલકને એક બકરી ઉપર ખૂંખાર દીપડાએ હુમલો કરીને ફાડી ખાધી હોવાની ઘટના સામે આવતા જ સમગ્ર વિસ્તારના લોકોમાં દીપડાઓને લઇ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
