News of Monday, 6th April 2026
તાપી જિલ્લાના ડોલવણના પીઠાદરા ગામે સસ્તા અનાજની દુકાનના સંચાલક પત્રકાર હોવાનું કહી ધમકાવ્યો :
21000ની ખંડણી માંગનાર સુરતના એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે કાર પણ જપ્ત

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પીઠાદરા ગામે સસ્તા અનાજની દુકાનના સંચાલક પાસેથી ખંડણી માંગવાના આરોપસર સુરતના એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓની ડોલવણ પોલીસે ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય પોતાને પત્રકાર તરીકે ઓળખાવતા હતા.આરોપીઓ સુરતથી પીઠાદરા ગામની સરકારી સસ્તા અનાજની દુકાને પહોંચ્યા હતા. તેમણે દુકાન સંચાલકને જણાવ્યું કે તેમને સરકારી અનાજ ઓછું આપવા અંગે હેડ ઓફિસમાં અરજી મળી છે. તેમણે સંચાલકને ઇન્ટરવ્યુ આપવા અથવા ₹21,000 આપવાની ધમકી આપી હતી.
સંચાલકે તેમની પાસે ઓળખપત્ર (આઈકાર્ડ) માંગ્યા હતા, પરંતુ આરોપીઓએ આઈકાર્ડ આપવાનો ઇનકાર કર્યો હતો અને ત્યાંથી રવાના થવા લાગ્યા હતા. શંકા જતાં સંચાલક તાત્કાલિક ડોલવણ પોલીસ મથકે પહોંચ્યા અને સમગ્ર ઘટનાની જાણ કરી.
ડોલવણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની સ્વિફ્ટ કાર પણ જપ્ત કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં સુરત શહેરના નરેન્દ્ર મદનમોહન સિંહ, સપનાસિંઘ રાજપૂત અને હિરેન મેહતાનો સમાવેશ થાય છે.
ડોલવણ પોલીસે ત્રણેય કથિત પત્રકારો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે શું તેમણે અગાઉ પણ કોઈ પાસેથી ખંડણી ઉઘરાવી છે કે અન્ય કોઈને ધાકધમકી આપી છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
