<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

ગુજરાત પ્રદેશ યુવા મોરચાના સંગઠનાત્મક માળખાની મહત્વની જાહેરાત : ૪૨ હોદ્દેદારોને વિવિધ જિલ્લા અને મહાનગરોની સોંપાઈ જવાબદારી : જુઓ સંપૂર્ણ યાદી

પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથેની ચર્ચા બાદ યુવા મોરચાના પ્રમુખ હેમાંગ જોષીએ પ્રદેશ ઉપાધ્યક્ષો, મંત્રીઓ અને કારોબારી સભ્યોની નિમણૂક સાથે પ્રભારીઓની યાદી જાહેર કરી

ગાંધીનગર: ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી પ્રદેશના હોદ્દેદારોની નિમણૂક અને તેમને જિલ્લા-મહાનગરોની ફાળવણી કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ, પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ હેમાંગ જોષી દ્વારા સત્તાવાર રીતે આ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ નવી નિમણૂકોમાં પ્રદેશ સ્તરના ઉપાધ્યક્ષો, મંત્રીઓ, કોષાધ્યક્ષ અને કારોબારી સભ્યોને વિવિધ પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

પ્રદેશ ઉપાધ્યક્ષો અને સોંપાયેલ જિલ્લાઓ:
સંગઠનાત્મક નિમણૂકમાં પ્રદેશ ઉપાધ્યક્ષોને મહત્વની જવાબદારી અપાઈ છે, જેમાં:
 * જય પંકજભાઈ શાહ: પંચમહાલ
 * અંકિતાબેન પરમાર: અમદાવાદ જિલ્લો
 * નિરવભાઈ જોશી: આણંદ
 * કલ્પેશભાઈ મરંડ: મોરબી
 * સુખદેવ દેલવાણીયા: જામનગર મહાનગર
 * નિતિનસિંહ બારડ: ગાંધીનગર જિલ્લો
 * કુલદીપ બારોટ: ખેડા
 * સચિન પ્રજાપતિ: કર્ણાવતી મહાનગર

પ્રદેશ મંત્રીઓ અને અન્ય હોદ્દેદારોની જવાબદારી:
સંગઠનના વહીવટ અને વિસ્તરણ માટે મંત્રીઓની પણ નિમણૂક કરવામાં આવી છે:
 * પ્રતાપભાઈ પિંડારીયા: રાજકોટ મહાનગર
 * હિમાંશુ ગોરાણીયા: ભાવનગર મહાનગર
 * શ્રેયસ પટેલ: ગાંધીનગર મહાનગર
 * જય ગીરીશભાઈ શાહ: ગીર સોમનાથ
 * બિનલકુમારી રાઠવા: નર્મદા
 * નંદીની ગઢવી: સુરત જિલ્લો
 * આકાશ તડવી: છોટા ઉદેપુર
 * કુલદીપસિંહ જાડેજા: પોરબંદર
 * ધુવિન પટેલ (પ્રદેશ કોષાધ્યક્ષ): સુરત મહાનગર
 * મૌલિક જાદવ (પ્રદેશ કાર્યાલય મંત્રી): ભાવનગર જિલ્લો

પ્રદેશ કારોબારી સભ્યોને સોંપાયેલ કાર્યક્ષેત્ર:
યાદીમાં ૨૨ જેટલા કારોબારી સભ્યોને પણ વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે:
 * અતુલ મોહતા: વલસાડ
 * ડો. રવિનાબેન વેકરિયા: નવસારી
 * ધ્યાન દેશમુખ: તાપી
 * વિશ્વદીપસિંહ જાડેજા: ડાંગ
 * યશ ગોયાણી: ભરૂચ
 * ડો. યશ પટેલ: વાવ - થરાદ
 * જયદેવસિંહ સોલંકી: અરવલ્લી
 * દિવ્યપાલસિંહ સોલંકી: મહીસાગર
 * ડો. ચિંતન ચૌધરી: વડોદરા જિલ્લો
 * પ્રવીણ દેસાઈ: દાહોદ
 * મહેશ્વરસિંહ રાજપુરોહિત: સાબરકાંઠા
 * રાજેશ ચૌધરી: વડોદરા મહાનગર
 * દિક્ષિત ચૌધરી: કચ્છ
 * સન્ની અમિતભાઈ શાહ: બનાસકાંઠા
 * નિકુંજભાઈ ઠાકર: મહેસાણા
 * અજયરાજસિંહ જાડેજા: પાટણ
 * ભુવી જોગી: જામનગર જિલ્લો
 * જય ગજર: દેવભૂમિ દ્વારકા
 * અક્ષયભાઈ ઠક્કર: રાજકોટ જિલ્લો
 * વિજય ભરડા (લખન): જૂનાગઢ મહાનગર
 * હર્ષદવૈસિંહ ઝાલા: અમરેલી
 * પાર્થ વિસાણી: જૂનાગઢ જિલ્લો
 * રવિભાઈ પટેલ: બોટાદ
 * દીપેશ કાતરિયા: સુરેન્દ્રનગર

આ નિમણૂકો દ્વારા પ્રદેશ યુવા મોરચા આગામી સમયમાં સંગઠનની કામગીરીને વેગવંતી બનાવશે. તમામ હોદ્દેદારોને તાત્કાલિક અસરથી સોંપાયેલા જિલ્લાઓમાં સંગઠનાત્મક કાર્યો શરૂ કરવા સૂચના આપવામાં આવી છે.

(3:08 PM IST)