News of Monday, 6th April 2026
સ્થાનિક ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો :ડભોઇ કોંગ્રેસના ચાર નેતાઓએ પક્ષ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા
પૂર્વ બરોડા ડેરી ડિરેક્ટર અને પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય પ્રહલાદ પટેલ તથા ડભોઇ કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના પ્રમુખ જયેશભાઈ ઠાકોર, : પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના પૂર્વ મહામંત્રી કુલદીપસિંહ રાજ તથા કોંગ્રેસના મહામંત્રી નિલેશભાઈએ ભાજપનો ખેસ પહેર્યો

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ડભોઇ કોંગ્રેસના એક કે બે નહીં પણ ચાર દિગ્ગજ અને પાયાના નેતાઓએ પક્ષ સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો છે.
ભાજપમાં જોડાયેલા નેતાઓમાં સહકારી અને રાજકીય ક્ષેત્રના મોટા માથાઓનો સમાવેશ થાય છે. પૂર્વ બરોડા ડેરી ડિરેક્ટર અને પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય પ્રહલાદ પટેલ તથા ડભોઇ કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના પ્રમુખ જયેશભાઈ ઠાકોર, : પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના પૂર્વ મહામંત્રી કુલદીપસિંહ રાજ તથા કોંગ્રેસના મહામંત્રી નિલેશભાઈએ ભાજપનો ખેસ પહેર્યો છે.
(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
