<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

આ લે લે... પંજાબમાં, એક મંત્રીએ ૨૦ મહિના સુધી એક સરકારી વિભાગનું સંચાલન કર્યું, જે વિભાગ જ અસ્તિત્વમાં નથી ! : આશ્ચર્યજનક ધડાકો !! પંજાબમાં, એક મંત્રીએ ૨૦ મહિના સુધી એક સરકારી વિભાગનું સંચાલન કર્યું, જે વિભાગ જ અસ્તિત્વમાં નથી !! : આપના નેતૃત્વ હેઠળની પંજાબની માન સરકારે તાજેતરમાં એક જાહેરનામું બહાર પાડીને સ્વીકાર્યું કે ૨૦ મહિના પહેલા કેબિનેટ પ્રધાન કુલદીપ સિંહ ધાલીવાલને સોંપાયેલ "વહીવટી સુધારા વિભાગ" વાસ્તવમાં સંપૂર્ણપણે 'અસ્તિત્વમાં જ નથી' !! : આ પછી, પંજાબના રાજ્યપાલે, મુખ્યમંત્રી ભગવંત માનની સલાહ પર કાર્ય કરીને, ૭ ફેબ્રુઆરી, ૨૦૨૫થી અમલમાં આવતા મંત્રી મંડળના વિભાગો અંગેના અગાઉના જાહેરનામામાં સુધારો જાહેર કર્યો છે. : દરમિયાન પંજાબ હવે ફેબ્રુઆરી ૨૦૨૭ માં આવી રહેલ આગામી વિધાનસભા ચૂંટણી માટે તૈયારી કરી રહ્યું છે.1:12 PM IST

ઇઝરાયલમાં થયેલા બસ વિસ્ફોટો સંબંધિત વિગતોના પ્રકાશન પર પ્રતિબંધ લાદી દેવાયો : ઇઝરાયલી અધિકારીઓએ તેલ અવીવમાં ગુરુવારે થયેલા બસ વિસ્ફોટો સંબંધિત વિગતોના પ્રકાશન પર પ્રતિબંધ લાદ્યો છે. આ ઘટનામાં સંડોવાયેલા શંકાસ્પદ ત્રણ યહૂદી ઇઝરાયલીઓની ધરપકડ બાદ આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ગઈકાલે, તેલ અવીવના દક્ષિણમાં આવેલા બાટ યામમાં પાર્કિંગમાં ત્રણ બસોમાં વિસ્ફોટ થયા હતા. વિશ્લેષકો વિસ્ફોટોના સમય અને પ્રકૃતિ પર સવાલ ઉઠાવે છે. : અલજઝીરા સાથે વાત કરતા, ઇઝરાયલી બાબતોના નિષ્ણાત ઇહાબ જબ્બરીને આ હુમલામાં રાષ્ટ્રવાદી હેતુઓ હોવાના નિષ્કર્ષ તરફ ધ્યાન દોર્યું, તેમણે ભૂતકાળમાં થયેલા આવાજ બોમ્બ વિસ્ફોટોને યાદ કર્યા, જે માટે ક્યારેય કોઈ જૂથ દ્વારા દાવો કરવામાં આવ્યો ન હતો, પરંતુ લશ્કરી કાર્યવાહી માટે થયાનું વાજબી ઠેરવવામાં આવેલ9:48 AM IST

ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ - એફઆઈઆઈ ભારતીય બજારમાં સતત ઇક્વિટી વેચી રહ્યા છે: ભારતીય કંપનીઓનું માર્કેટ કેપ ૪ ટ્રિલિયન ડોલરથી નીચે આવી ગયું : ન્યૂઝફર્સ્ટ : FII – ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ ભારતીય બજારમાં સતત ઇક્વિટી વેચી રહ્યા છે : ૨૦૨૫માં, અત્યાર સુધીમાં, તેમણે ઓપન માર્કેટમાં રૂ. -૧,૨૪,૩૨૪ કરોડના શેર વેચ્યા છે. ગયા વર્ષે ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૪ થી આજ સુધીમાં, FII એ રૂ. -૩,૧૫,૩૨૮ કરોડના ઇક્વિટીનું ચોખ્ખું વેચાણ કર્યું છે: ન્યુઝફર્સ્ટ : પરિણામ: ભારતીય કંપનીઓનું માર્કેટ કેપ ૪ ટ્રિલિયન ડોલરથી નીચે આવી ગયું છે. : દરમિયાન, ગઈકાલે યુએસ શેરબજારમાંથી ૯૨૭ બિલિયન ડોલરનું ધોવાણ થયું, જે ૨૦૨૫નો બીજો સૌથી ખરાબ દિવસ હતો.1:23 PM IST

ગાંધીનગર ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના “કિસાન સન્માન સમારોહ”માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરશે વર્ચ્યુઅલ સંબોધન : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ કૃષિ રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડની રહેશે પ્રેરક ઉપસ્થિતિ : વડાપ્રધાન બિહાર ખાતેથી “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના”નો ૧૯મો હપ્તો રિલીઝ કરશે : ૧૯માં હપ્તા હેઠળ ગુજરાતના ૫૧.૪૧ લાખથી વધુ ખેડૂત પરિવારોને મળશે રૂ. ૧,૧૪૮ કરોડથી વધુની સહાય: કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ : મુખ્યમંત્રીશ્રીના હસ્તે કૃષિ ભવન-ગાંધીનગર ખાતે નવનિર્મિત “કૃષિ પ્રગતિ-કમાન્ડ એન્ડ કંટ્રોલ સેંટર”નું ઇ-લોકાર્પણ: મુખ્યમંત્રીશ્રી રાજ્યભરમાં ટેકાના ભાવે તુવેર પાકની ખરીદીનો પણ શુભારંભ કરાવશે: કાર્યક્રમમાં રાજ્યના પ્રગતિશીલ ખેડૂતોને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરાશે: રાજ્યભરમાં યોજાનાર કાર્યક્રમમાં આશરે ૨.૫ લાખથી વધુ ખેડૂતો જોડાશે1:52 PM IST

ગાંધીનગરમાં રાજ્‍ય કક્ષાના ‘‘કિસાન સન્‍માન સમારોહ''માં નરેન્‍દ્રભાઈ મોદી કરશે વર્ચ્‍યુઅલ સંબોધન : મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, કળષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ કળષિ રાજ્‍ય મંત્રી બચુભાઈ ખાબડની રહેશે પ્રેરક ઉપસ્‍થિતિ : વડાપ્રધાન બિહાર ખાતેથી ‘‘પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ યોજના''નો ૧૯મો હપ્તો રિલીઝ કરશે: ૧૯માં હપ્તા હેઠળ ગુજરાતના ૫૧.૪૧ લાખથી વધુ ખેડૂત પરિવારોને મળશે રૂ.૧,૧૪૮ કરોડથી વધુની સહાયઃ કળષિ મંત્રી રાઘવજીભાઈ પટેલઃ મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે કળષિ ભવન-ગાંધીનગર ખાતે નવનિર્મિત ‘‘કળષિ પ્રગતિ-કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેંટર''નું ઇ-લોકાર્પણઃ મુખ્‍યમંત્રીશ્રી રાજ્‍યભરમાં ટેકાના ભાવે તુવેર પાકની ખરીદીનો પણ શુભારંભ કરાવશેઃ કાર્યક્રમમાં રાજ્‍યના પ્રગતિશીલ ખેડૂતોને મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે સન્‍માનિત કરાશેઃ રાજ્‍યભરમાં યોજાનાર કાર્યક્રમમાં આશરે ૨.૫ લાખથી વધુ ખેડૂતો જોડાશે3:36 PM IST

 શરમજનક ઘટનાઃ વાજતે ગાજતે ૨૮ જાન આવી પણ સમુહલગ્નનો આયોજક જ ગાયબ, કન્‍યાઓ રડી પડી : પોલીસે છ લગ્ન કરાવ્‍યા : જુઓ વિડિઓ : બે મહિના પહેલા ચંદ્રેશ છત્રોલાએ ‘ઋષિવંશી સમાજ સેવા સંઘ' આયોજીત સર્વ જ્ઞાતિ સમુહ લગ્નના નામે સમાજના લોકો, દાતાઓ પાસેથી ઉઘરાણા ચાલુ કર્યા હતાં: બેડી ચોકડી નજીક એડીબી હોટેલ સામે આયોજન થયું હતું: જાનૈયા, માંડવીયા, મહેમાનો સવારે પાંચ વાગ્‍યે પહોંચી ગયાઃ પણ આયોજક ન આવતાં દેકારો મચી ગયો : બાકીના વર-કન્‍યા પક્ષના પરિવારોએ આયોજન સ્‍થળેથી નીકળી જઇ પોતાની રીતે લગ્નવિધી આટોપીઃ આયોજક ચંદ્રેશ છત્રોલાએ ગઇકાલે પોતે હોસ્‍પિટલમાં દાખલ હોય તેવા ફોટા સાથે વ્‍હોટ્‍સએપમાં સ્‍ટેટસ મુક્‍યા હતાં: રાતે જ હોસ્‍પિટલમાંથી નીકળી ગયોઃ ફરિયાદની તજવીજ3:00 PM IST

રાજકોટમાં ‘તોફાની રાધા'(રાધીકા ધામેચા)એ ‘હું ઉપર જાઉ છું' તેવો પિતાને ફોન કરી આત્‍મહત્‍યા કરી લીધી! : ૪૧ હજારથી ફોલોઅર્સ ધરાવતી ૨૬ વર્ષિય યુવતિ ‘ઇન્‍સ્‍ટાગ્રામ ક્‍વીન' તરીકે જાણીતી હતી તો અમુક કારણોસર વિવાદમાં રહી પોલીસ ચોપડે પણ ચડી હતી : સાધુ વાસવાણી રોડ પર રહેતાં પિતા હર્ષદભાઇ ધામેચા રૈયા રોડ તુલસી માર્કેટ સામે અલગ રહેતી દિકરી રાધીકાના ઘરે પહોંચ્‍યા ત્‍યારે તે લટકતી મળીઃ બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ પણ જીવ ન બચ્‍યોઃ થોડા દિવસ પહેલા જ ગોવાથી પરત આવી હતીઃ ત્રણ બહેન અને એક ભાઇમાં મોટી હતીઃ પિતા રિક્ષા બોડી બિલ્‍ડીંગનું કામ કરે છેઃ તેની અલગ અલગ રીલ્‍સ ખુબ વાયરલ થઇ હતીઃ પિતા કહે છે-દિકરી આપઘાત કરે તેવી નહોતી, કારણ અમે પણ જાણતાં નથી2:48 PM IST

ભજન,ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ...હર હર મહાદેવ... સંતો મહંતો, આગેવાનો અને અને ભક્તોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ સાથે ભવનાથના મહાશિવરાત્રીના મેળાનો વિધિવત શુભારંભ : મેળા દરમિયાન લાખો ભાવિક ભક્તો સ્વંયભૂ ભવનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવશે : ભવનાથ તળેટી,જૂનાગઢ ખાતે દિગંબર સાધુઓએ ધૂણી ધખાવી, 'હર હર મહાદેવ', 'જય ગિરનારી'નો જયઘોષ : ભવનાથ મંદિર મહંત શ્રી હરિગિરી બાપુ, શ્રી મુક્તાનંદ બાપુ, મહંત શ્રી ઇન્દ્રભારતી બાપુ સહિત સંત મહંતો, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમર, જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા, કમિશનર ઓમ પ્રકાશ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ : કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ મેળામાં જોડાયેલી સમગ્ર તંત્રની ટીમને સમયસર તૈયારીઓ પૂર્ણ કરવા બદલ શુભકામના પાઠવી12:29 PM IST

હિંદુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ ના ઉપક્રમે છોટીકાશીમાં મહાશિવરાત્રીના પર્વે શિવ શોભાયાત્રાનું ભવ્ય આયોજન : પરંપરાગત રીતે ૪૪મી શિવશોભાયાત્રાનો સિધ્ધનાથ મહાદેવના મંદિરેથી થશે પ્રારંભ: નગર ભ્રમણ કરી ભીડભંજન મહાદેવ મંદિરે થશે સંપન્ન : શોભાયાત્રામાં ૨૫ ફ્લોટ્સ જોડાશે: ૮૩ સ્થળે શોભાયાત્રા નું સ્વાગત તેમજ ભગવાન શિવજીની ઝાંખી ઉભી કરી પ્રસાદ નું વિતરણ કરાશે : જામનગરમાં મહાશિવરાત્રીના પર્વે યોજનારી ૪૪મી ચલિત શિવ શોભાયાત્રાના વિશેષ આકર્ષણો : સતવારા સમાજ દ્વારા આયોજિત શોભાયાત્રામાં શિવ વિલાપ નું દ્રશ્ય ભજવી અઘોરી ભસ્મરાસ તથા તલવાર રાસ યોજાશે10:50 AM IST

વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST