News of Tuesday, 7th April 2026
ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી ૨૫ કરોડનું મેથામ્ફેટામાઈન ઝડપાયું
એન્ટી ટેરરીસ્ટ સ્કવોડનું મેગા ઓપરેશન : પાકિસ્તાની ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ : ઝડપાયેલા શંકરરામ અને સલમાને કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ : પાકિસ્તાનના થરપારકર વિસ્તારના મસાત મુબારક નામના શખ્સે સરહદ પાર કરાવી બારમેર જીલ્લામાં જથ્થો ડ્રોપ કર્યો

રાજકોટ, તા., ૭ : ગુજરાત અને રાજસ્થાન એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડએ એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાન સરહદેથી ભારતમાં ઘુસાડવામાં આવેલ અંદાજે ૨૫ કરોડ રૂપિયાની કિંમતનો ૫ કિલો ઁમેથામ્ફેટામાઈનઁ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઓપરેશનમાં રાજસ્થાનના બારમેરના બે શખસોની રંગેહાથ ધરપકડ કરવામાં આવી છે.
નેશનલ હાઇવે ૬૮ ઉપર ફિલ્મી ઢબે નાકાબંધી બાદ ઓપરેશન સફળ બન્યું હતું. ગુજરાત એટીએસને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાનના બે શખસો પાકિસ્તાની સ્મગલરો પાસેથી નશીલો પદાર્થ મેળવીને ગુજરાત તરફ ડિલિવરી આપવા જઈ રહ્યા છે. આ માહિતીના આધારે બંને રાજ્યોની એજન્સીઓએ જેસલમેર અને બનાસકાંઠાને જોડતા નેશનલ હાઈવે ૬૮ પર સઘન વોચ ગોઠવી હતી. છઠ્ઠી એપ્રિલ ૨૦૨૬ના રોજ સાંજે વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ ઇકો કારમાંથી પીળા રંગની થેલીમાં સંતાડેલો ૫ કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
કારમાં સવાર શંકરરામ રમેશરામ અને સલમાન લાલાખાનની ધરપકડ કરી છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે, આ ડ્રગ્સ પાકિસ્તાનના થારપારકર વિસ્તારમાં રહેતા ઁમસાત સઓ મુબારકઁ નામના શખસે સરહદ પાર કરાવીને બારમેર જિલ્લામાં ડ્રોપ કર્યું હતું. આરોપીઓએ ત્યાંથી આ જથ્થો મેળવી આગળ મોકલવાનું આયોજન કર્યું હતું.
આરોપીઓ સામે બારમેરના સદર પોલીસ સ્ટેશનમાં ફઝભ્લ્ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસ એજન્સીઓએ આરોપીઓના મોબાઈલ ફોનમાંથી વોટ્સએપ ચેટ, કોલ રેકોર્ડ્સ અને ડ્રગ્સ ડિલિવરીના વીડિયો જેવા મહત્ત્વના પુરાવાઓ કબજે કર્યા છે. હાલમાં આ ઇન્ટરનેશનલ સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવા અને અન્ય કયા લોકો આ નેટવર્ક સાથે જોડાયેલા છે તે દિશામાં તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.
હાલ બંને સામે રાજસ્થાનના બારમેર જિલ્લાના સદર બારમેર પોલીસ સ્ટેશનમાં એનડીપીેએસ એક્ટની વિવિધ કલમો (૮, ૨૧, ૨૨, ૨૩, ૨૫, ૨૮, ૨૯) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
