News of Tuesday, 7th April 2026
ગુજરાત વન વિભાગમાં મોટો ફેરબદલ કરાયો ઉચ્ચ આઈએફઓએસ અફસરોની બદલી
રાજ્યના વન અને પર્યાવરણ વિભાગમાં વહીવટી સર્જરીઃ પીસીસીએફથી લઈને ડીસીએફ કક્ષાના અધિકારીઓને અપાયા નવા ચાર્જ

રાજકોટઃ ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડીને ભારતીય વન સેવા (આઈએફઓએસ)ના વરિષ્ઠ અધિકારીઓની બદલી અને વધારાના ચાર્જની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના વન શાસનને વધુ સુવ્યવસ્થિત કરવા અને ચાવીરૂપ હોદ્દાઓ પર નેતૃત્વને મજબૂત કરવાના ચાલી રહેલા પ્રયાસોના ભાગરૂપે આ વહીવટી ફેરફારો કરવામાં આવ્યા છે.
સત્તાવાર આદેશ મુજબ નીચેના અધિકારીઓની બદલી કરવામાં આવી છેઃ૧. અનિરુદ્ધ પ્રતાપ સિંહ, આઈએફઓએસ (જીજે-આરઆર-૧૯૯૦): અત્યાર સુધી ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ (પીસીસીએફ અને એચઓએફએફ) તરીકે ફરજ બજાવતા હતા. તેમની બદલી કરીને વડોદરા સ્થિત ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડના મેનેજિગ ડિરેક્ટર (એમડી) તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ અંશુમન શર્મા, આઈએફઓએસ (જીજે-આરઆર-૨૦૦૮)નું સ્થાન લેશે.
૨. જયપાલ સિંહ, આઈએફઓએસ (જીજે-આરઆર-૧૯૯૧): હાલમાં ગાંધીનગર ખાુતે અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) અને ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડન તરીકે કાર્યરત છે. હવેથી તેઓ આગામી આદેશો સુધી ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના ઈન્ચાર્જ અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સની પોસ્ટનો વધારાનો ચાર્જ પણ સંભાળશે.
૩. સંદીપ કુમાર, આઈએફઓએસ (જીજે-આરઆર-૨૦૦૫): વડોદરા સર્કલના મુખ્ય વન સંરક્ષક (સીસીએફ)ની બદલી કરીને તેમને ગાંધીનગર ખાતે મુખ્ય વન સંરક્ષક (વર્કિગ પ્લાન) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ એસ. કે. શ્રીવાસ્તવ, આઈએફઓએસ (જીજે-આરઆર-૧૯૯૬)ના સ્થાને આવશે, જેઓ આ પોસ્ટનો વધારાનો ચાર્જ સંભાળતા હતા.
૪. અંશુમન શર્મા, આઈએફઓએસ (જીજે-આરઆર-૨૦૦૮): ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ, વડોદરાના મેનેજિગ ડિરેક્ટરની બદલી કરી તેમને ગાંધીનગર ખાતે મુખ્ય વન સંરક્ષક (ડી એન્ડ એમ) તરીકે નિયુક્ત કરાયા છે.
૫. નિશા રાજ, આઈએફઓએસ (જીજે-આરઆર-૨૦૧૨): કેવડિયા વન્યજીવ વર્તુળ, કેવડિયાના વન સંરક્ષક (સીએફ), આગામી આદેશો સુધી વડોદરા સર્કલ, વડોદરાના મુખ્ય વન સંરક્ષકનો વધારાનો ચાર્જ સંભાળશે.
૬. સાદિક સલાઉદ્દીન મુજાવર, આઈએફઓએસ (જીજે-આરઆર-૨૦૧૪): નાયબ વન સંરક્ષક (વહીવટ), ગાંધીનગરની બદલી કરીને નાયબ વન સંરક્ષક (પીએલઓ), ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ ચંદ્રેશ શણદરે, જીએફઓએસ પાસેથી ચાર્જ લેશે, જેઓ આ જગ્યાનો વધારાનો ચાર્જ સંભાળતા હતા.
આ વહીવટી ફેરફારો રાજ્ય સરકાર દ્વારા જંગલ વિસ્તારના વિકાસ અને વહીવટને નવી દિશા આપવા માટે કરવામાં આવ્યા છે. (ધ સેક્રેટરીએટ ડોટ ઇનના સૌજન્યથી)
કેવડિયાથી વડોદરા સુધી નવી જવાબદારીઓ!
નિશા રાજને કેવડિયાની સાથે વડોદરા વર્તુળનો વધારાનો ચાર્જ, તો સંદીપ કુમારને વડોદરાથી ગાંધીનગર બોલાવાયા. વન પ્રશાસનને સુવ્યવસ્થિત કરવા મહત્ત્વપૂર્ણ કદમ
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
