News of Tuesday, 7th April 2026
ખીરું વેચાણ કર્યા છતાં બીજા કોઈ ગ્રાહકને તકલીફ થઈ નથી : અગાઉનું 1 કિલો ખીરું પણ ફ્રિજમાં હોવાનો દાવો : અમદાવાદમાં ખીરામાથી બનાવેલા ઢોંસા ખાધા બાદ પરિવારના તમામ સભ્યોની તબિયત બગડી ગઈ'તી : 3 મહિનાની અને 4 વર્ષની બાળકીનું મોત થયુ'તુ
પોલીસ દ્વારા તમામ પરિવારોના નિવેદનો, ખીરુંના સેમ્પલનું લેબોરેટરી પરીક્ષણ અને મૃતદેહની વિશેષ તપાસ કરીને સત્ય જાણવા પ્રયાસ : પરિવારે બાળકીના મોત બાદ તેની અંતિમવિધિ કરી નાંખી હતી હવે પોલીસે પોસ્ટમોર્ટમ માટે તજવીજ હાથ ધરી

અમદાવાદ તા.૭ : અમદાવાદમાં એક પરિવારે બજારમાંથી ઢોંસા બનાવવા માટેનું તૈયાર ખીરું મંગાવ્યું હતું.ખીરાથી બનાવેલા ઢોંસા ખાધા બાદ પરિવારના તમામ સભ્યોની તબિયત બગડી ગઈ.આ ઘટનામાં 3 મહિનાની એક બાળકી અને 4 વર્ષની બીજી બાળકીનું કરુણ અવસાન થયું,જ્યારે માતા-પિતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ ગંભીર ગણાઈ રહી છે. હવે આ મામલે એક મોટો ખુલાસો થયો છે. આવો જાણીએ.
વિમલ પ્રજાપતિએ એક એપ્રિલે ડેરીમાંથી બે કિલો ખીરું ખરીદ્યું. તે રાત્રે ખીરું ખાધા બાદ તબિયત લથડી, અને સવાર સુધી સ્થિતિ વધુ ગંભીર બની જતા તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.
બંને દીકરીઓના અવસાન
વિમલ પ્રજાપતિની પત્નીએ ફરી ઢોંસા બનાવ્યા હતા. આ ઢોંસો તે અને તેની મોટી દીકરી આરોગે છે. ઢોંસા પર મીઠું લગાવીને આરોગે છે. ઢોંસા ખાધા બાદ વિમલની પત્ની પહેલા બીમાર પડે છે. વિમલની પત્ની ખીરું પરત કરવા ઘનશ્યામ ડેરીએ પહોંચે છે. બે કિલો ખીરુંમાંથી 1800 ગ્રામ ખીરું પરત આપે છે. ખીરાથી તબિયત બગડી હોવાની દલીલ પણ કરે છે. પૂછપરછ દરમિયાન વિમલની પત્નીનો દાવો. અગાઉનું 1 કિલો ખીરું પણ ફ્રિજમાં હોવાનો દાવો. 4 એપ્રિલના દિવસે ત્રણ માસની નાની દીકરીનું મૃત્યુ થયું હતું. માતાનું દૂધ પીધું હોવાથી મોતને ભેટી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. 5 એપ્રિલના દિવસે ઢોંસા ખાધા બાદ બીમાર પડેલી મોટી દીકરીનું પણ અવસાન થાય છે
પોલીસ તપાસ બાદ ખુલાસો
છે. ડેરીના માલિકનું કહેવું છે કે ખીરું વેચાણ કર્યા છતાં બીજા કોઈ ગ્રાહકને તકલીફ થઈ નથી. વિમલ પ્રજાપતિના ઘરમાં પહેલેથી જ ફ્રિજમાં ખીરું હતું, જે પણ શંકાસ્પદ સ્થિતિમાં છે. પોલીસ તમામ પરિવારોના નિવેદનો, ખીરુંના સેમ્પલનું લેબોરેટરી પરીક્ષણ અને મૃતદેહની વિશેષ તપાસ કરીને સત્ય જાણવા પ્રયાસ કરી રહી છે. આ પછી પોલીસ તપાસનો દોર શરૂ કર્યો છે. પરિવારે બાળકીના મોત બાદ તેની અંતિમવિધિ કરી નાંખી હતી. હવે પોલીસે પોસ્ટમોર્ટમ માટે બાળકીના મૃતદેહ બહાર કઢાયો છે.
શું છે સમગ્ર મામલો?
અમદાવાદમાં એક પરિવારે બજારમાંથી ઢોંસા બનાવવા માટેનું તૈયાર ખીરું મંગાવ્યું હતું.ખીરાથી બનાવેલા ઢોંસા ખાધા બાદ પરિવારના તમામ સભ્યોની તબિયત બગડી ગઈ.આ ઘટનામાં 3 મહિનાની એક બાળકી અને 4 વર્ષની બીજી બાળકીનું કરુણ અવસાન થયું,જ્યારે માતા-પિતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ ગંભીર ગણાઈ રહી છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈએ માહિતી આપતા જણાવ્યું કે 'આજે અઢી મહિનાની બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવી છે. હવે તેનું પેનલ પોસ્ટમોર્ટમ કરાશે. તમામ પ્રકારની તપાસ કરવામાં આવશે.
પોલીસની વિવિધ દિશાઓમાં તપાસ
પોલીસ હાલમાં તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. જોકે પરિવારના સભ્યોએ જે માહિતી આપી છે તે પ્રમાણે ઢોંસા ખાધા પછી જ તબિયત બગડી છે. જોકે તમામ પ્રકારના રિપોટ સામે આવી જશે પછી જ ખુલાસો થશે કે આ બાળકીઓના મોત કેવી રીતે થયા છે.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
