<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

અમદાવાદના રાજકીય ભાષણોમાં હવે પાકિસ્તાનનો ઉલ્લેખ: ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આમનેસામને

અમદાવાદ મનપાની ચૂંટણીમાં આરોપ-પ્રત્યારોપ વચ્ચે મતદારોનો મન જીતવા માટે જાણે મહાસંગ્રામ શરૂ

અમદાવાદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા શરૂ થયેલ શાબ્દિક પ્રહારો અંગે. જાહેર મંચ પર હવે નેતાઓના ભાષણના શબ્દો માત્ર શબ્દો નહીં પણ જાણે શસ્ત્રો બની ગયા હોય તેમ લાગી રહ્યું છે. દરેક પક્ષ પોતાના વિરોધીઓ સામે આકરા શાબ્દિક પ્રહાર કરી રહ્યો છે. આરોપ-પ્રત્યારોપ વચ્ચે મતદારોનો મન જીતવા માટે જાણે મહાસંગ્રામ શરૂ થયો છે. અમદાવાદમાં ચૂંટણી પહેલા અચાનક રાજકીય માહોલમાં નવી ચિનગારી પ્રજ્વલિત થઈ છે. અમદાવાદના રાજકીય ભાષણોમાં હવે પાકિસ્તાનનો ઉલ્લેખ થવા લાગ્યો છે, જેના પછી ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામસામે આવ્યા છે

 

(9:29 PM IST)