News of Wednesday, 8th April 2026
ગુજરાતમાં LPGમાંથી PNGમાં જોડાણની ૫૦ હજાર અરજી આવી
૨૬,૯૦૯ ઘરોમાં છેલ્લા ૩૬ દિવસમાં PNG કનેક્શન આપી દેવાયા : રોજના પ હજાર PNG જોડાણ આપવાનો ૧૦ સિટી ગેસ એજન્સીઓને આદેશઃ ઈરાન યુદ્ધ છતાં રાજ્યમાં એકપણ CNG સ્ટેશન બંધ થયું નથીઃ ગેસ પુરવઠો જળવાઈ રહ્યો છેઃ GSPC: PNG માટે ખોદકામની મંજૂરી હવે ૨૪ કલાકમાં મળશેઃ નવા જોડાણ પર ચાહકોને રૂ.૫૦૦નું રિબેટ

અમદાવાદ,તા.૮: ગુજરાતમાં ડોમેસ્ટિક ક્ષેત્રે LPG માંથી PNG જોડાણમાં કન્વર્ટ કરવા માટે તા.૧ માર્ચથી લઈને તા.પ એપ્રિલ સુધીમાં કુલ ૪૯,૮૯૮ અરજીઓ આવી છે. જેમાંથી અત્યાર સુધીમાં ૨૨.૦૦૯ LPG જોડાણો PNG માં બદલી દેવાયા છે. જયારે કોમર્શિયલ એકમો માટે કુલ ૯૧૧ અરજી આવી હતી, જેમાંથી ૪૯૨ એકમોને PNG જોડાણ આપી દેવાયું છે. જ્યારે ૫૦ ઔદ્યોગિક એકમોર્ન PNG જોડાણ આપી દેવામાં આવ્યું હોવાનું ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટે જણાવ્યું હતું.
તેઓએ દાવો કર્યો હતો કે ઈરાન યુદ્ધ ચાલુ થયું ત્યારથી લઈને અત્યાર સુધી રાજ્યમાં એકપણ CNG સ્ટેશન બંધ થયું નથી. ગેસ પુરવઠો સતત જળવાઈ રહ્યો છે. રાજ્યમાં રોજ ૪૦ લાખ કિલો CNGનો વપરાય છે, જેના થકી ૭.૫૦ લાખ વાહનો દોડી રહ્યા છે. રાજ્યમાં શહેરી ગેસ વિતરણ માટે ૧૦ સિટી ગેસ એજન્સીઓ કાર્યરત છે. રાજ્યમાં કુલ ૩૭,૪૩,૭૦૩ ઘરેલું PNG જોડાણ છે, જે દેશમાં ૨૩% હિસ્સો પરાવે છે. ૨૪.૪૫૦ કોમર્શિયલ જોડાણ છે જેનો હિસ્સો ૫૧% છે. ૫,૮૮૮ ઇન્ડસ્ટ્રિપલ જોડાણો છે જેનો દેશમાં હિસ્સો ૨૮% છે. આમ. દેશમાં પાઇપ્ડ નેચરલ ગેસ જોડાણની સ્થિતિ ગુજરાતમાં સારી છે.
રાજ્યમાં ૧,૦૭૩ CNG સ્ટેશનો છે. સરકારે શહેરી ગેસ એજન્સીઓને હોસ્પિટલો, શાળાઓ, છાત્રાલયો, સામૂહિક રસોડા અને ઔદ્યોગિક કેન્ટીનોને PNG જોડાણમાં પ્રાથમિકતા આપવાના આદેશ કર્યા છે. રોજના પાંચ હજાર PNG જોડાણો આપવાનો લક્ષ્ય છે. તેઓએ દાવો કર્યો હતો કે ગેસની અછતના કારણે ઔદ્યોગિક એકમો બંધ નથી, પરંતુ આ યુનિટો ઈરાન યુદ્ધની સ્થિતિના કારણે સજાયેલા અન્ય કારણોસર સ્વૈચ્છિક રીતે બંપ છે.
PNG, LPG બંને જોડાણ સખનારાઓને શોધી કઢાશે
આ અંગે GSPC ના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટના જણાવ્યા મુજબ, રાજ્યમાં PNG જોડાણ હોવા છતાંય ૧૨૦ સિલિન્ડરો પણ રાખનારા લોકોને એક જ અઠવાડિયામાં શોધી કઢાશે મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ
નેચરલ ગેસ પાસેથી જોડાણો અંગેનું સર્વર લીધું છે, જેની હાલ બારીકાઈથી ચકાસણી ચાલી રહી છે. PNG, LPG બંને જોડાણો ધરાવનારાઓને શોધીને LIG જોડાણ રદ કરાવવાની કાર્યવાહી હાથ ધરાશે.
અરજીના સાત દિવસમાં PNG જોડાણ મળશે
LPG માંથી PNG અપનાવવા માટેની ઝુંબેશ ચાલી રહી છે. હાલ પાઈપ્ડ નેયરલ ગેસ માટે ખોદકામ માટે વિવિધ સારે મંજૂરીઓ લેવી પડતી હતી, હવે તે મંજુરી ૨૪ કલાકમાં મળી જશે. આ માટે કલેક્ટરોને પણ હસ્તક્ષેપ કરવાની સૂચના છે. PNG જોડાણ હોય ત્યાં સાત દિવસમાં જોડાણ આપી દેવું. OR કોડ આધારિત સ્વ-નોંધણી, ડોરસ્ટેપ સુવિધા, નવા જોડાણ પર ગ્રાહકોને ૫૦૦ રૂપિયાનું રિબેટ સહિતના પગલા લેવાઈ રહ્યા છે.
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
