News of Wednesday, 8th April 2026
અમદાવાદ પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ : કમિશનર જી.એસ. મલિક દ્વારા 69 પોલીસ ઇન્સ્પેક્ટરોની નિમણૂક અને બદલીના આદેશ : વચેટીયાઓ અને ભલામણબાજોના ખેલ ખતમ કરી નિષ્ઠાવાન અધિકારીઓને મહત્વના સ્થાને મુકાયા
બદલી થઈને નવા આવેલા, બઢતી પામેલા અને શહેરના જૂના પીઆઈની કાર્યકુંડળી તપાસી સ્વચ્છ છબી ધરાવતા સીપીએ ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને ટ્રાફિક જેવા મહત્વના વિભાગોમાં કરી સર્જિકલ સ્ટ્રાઈક : રાજકોટના પૂર્વ પીઆઈ પી.એમ. ધાખડાને ક્રાઈમ બ્રાન્ચમાં સ્થાન

રાજકોટ : અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા શહેરના પોલીસ તંત્રમાં આમૂલ પરિવર્તન લાવતા એકસાથે 69 પોલીસ ઇન્સ્પેક્ટરો (PI) ની બદલી અને નિમણૂકના આદેશ જારી કરવામાં આવ્યા છે. આ પ્રક્રિયામાં કમિશનરે કોઈ પણ પ્રકારના દબાણ કે વચેટીયાઓની ભલામણ વગર માત્ર અધિકારીઓની સ્વચ્છ છબી અને તેમની કાર્યક્ષમતાને આધારે પોસ્ટિંગ આપતા પોલીસ બેડામાં ફફડાટ સાથે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને લાંબા સમયથી પ્રતીક્ષામાં રહેલા અને બઢતી પામેલા અધિકારીઓને તેમની લાયકાત મુજબના સ્થાનો ફાળવવામાં આવ્યા છે.
બઢતી પામેલા 4 અધિકારીઓની મહત્વની નિમણૂક:
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી પામેલા 4 અધિકારીઓને કંટ્રોલ રૂમ લીવ રિઝર્વમાંથી મુક્ત કરી નિમણૂક અપાઈ છે:
• એ.પી. જેબલીયા: સુરત શહેરથી બદલાઈને આવ્યા, હવે ક્રાઇમ બ્રાન્ચ.
• પી.એમ. ધાખડા: વડોદરા શહેરથી બદલાઈને આવ્યા, રાજકોટમાં અગાઉની યશશ્વી કામગીરીને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચમાં મુકાયા.
• શ્રીમતી એસ.બી. ચૌધરી: એસ.સી.આર.બી. થી મહિલા ઇસ્ટ.
• એ.બી. ભટ્ટ: બનાસકાંઠાથી S.O.G..
શહેરના 13 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી:
જાહેર હિતમાં વહીવટી સરળતા માટે શહેરના 13 કાર્યરત પીઆઈની બદલી કરાઈ છે:
• એસ.આર. ઝાલા: સાયબર ક્રાઇમથી ગાયકવાડ હવેલી-1.
• એસ.એમ. ચૌધરી: E.O.W. થી રખિયાલ.
• જી.એમ. ચૌધરી: સા.રી. વેસ્ટથી વસ્ત્રાપુર.
• વી.એસ. વાઘેલા: નિકોલથી કારંજ.
• એસ.એા. દેસાઇ: E.O.W. થી નિકોલ.
• એ.એ. વછેટા: સી.પી. રીડરથી સી-ટ્રાફિક-1.
• એચ.ડી. સોઢા: વટવા-II થી એન-ટ્રાફિક.
• જે.પી. ચૌધરી: વિશેષ શાખાથી સા.રી. વેસ્ટ.
• એન.બી. કલસરિયા: સરદારનગર-I થી મહિલા વેસ્ટ.
• એન.એ. દેસાઇ: એ-ટ્રાફિકથી નવરંગપુરા.
• આર. આર. ગઢવી: I.U.C.A.W. થી E.O.W..
• વી.આર. ડાંગર: પાલડીથી SC/ST-I.
• પી.બી. ખાંભલા: શાહપુરથી બોડકદેવ.
રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી આવેલા 50 અધિકારીઓને પોસ્ટિંગ:
બદલી થઈને અમદાવાદ આવેલા 50 પોલીસ ઇન્સ્પેક્ટરોને વિવિધ પોલીસ સ્ટેશનો અને શાખાઓમાં જવાબદારી સોંપાઈ છે:
• ક્રાઇમ બ્રાન્ચ: ડી.કે. ઠાકર (મહીસાગર) અને કે.કે. ડીંડોર (મહીસાગર).
• સાયબર ક્રાઇમ: પી.પી. વાઘેલા (સાબરકાંઠા) અને એ.ડી. ચાવડા - અમિતસિંહ દિલીપસિંહ (સુરત ગ્રામ્ય).
• S.O.G.: સી.બી. ચૌહાણ (સુરત ગ્રામ્ય), એસ.એન. ચુડાસમા (કચ્છ-પશ્ચિમ), પી.ડી. સોલંકી (પાટણ) અને કે.ડી. ગોહિલ (અરવલ્લી).
• E.O.W.: એસ.ડી. સિસોદીયા (કચ્છ-પૂર્વ), એમ.એ. સુમરા (તાપી) અને ડી.એસ. વાઢેર (છોટાઉદેપુર).
• વિશેષ શાખા: એન.આર. મકવાણા (મોરબી), પી.આર. વાઘેલા (ભરૂચ) અને વી.આર. ખેર (ગાંધીનગર).
• ટ્રાફિક વિભાગ: આર.એસ. પટેલ (બી-ટ્રાફિક), એ.બી. મોરી (એ-ટ્રાફિક), એસ.એસ. મોદી (જેસીપી ટ્રાફિક રીડર), આર.એ. પટેલ (એસ.જી. 02 ટ્રાફિક), બી.જે. સરવૈયા (જી-ટ્રાફિક), એન.આર. વાઘેલા (ટ્રાફિક વહીવટ) અને એચ.આર. બ્રહ્મભટ્ટ (ટ્રાફિક પ્લાનિંગ).
• વિવિધ પોલીસ સ્ટેશનો:
◦ ઝેડ.એન. ઘાસુરા: માધવપુરા
◦ વી.એમ. લગારીયા: ખાડીયા
◦ એ.પી. ચૌધરી: અમરાઈવાડી-II
◦ એમ.એન. બુબડીયા: સોલા-II
◦ શ્રીમતી બી.પી. ભેટારીયા: પાલડી
◦ વી.કે. ગઢવી: શાહપુર
◦ સી.વી. નાયક: નરોડા
◦ પી.કે. લુતિયા: ચાંદખેડા-II
◦ એ.ડી. ચાવડા - અરવિંદ દેવાભાઈ: એરપોર્ટ-I
◦ જી.વી. ગોહિલ: દરીયાપુર
◦ જે.પી. જાડેજા: મણીનગર
◦ જે.બી. અગ્રાવત: નારોલ-I
◦ એમ.આર. ચૌધરી: રામોલ-II
◦ પી.જે. પંડ્યા: ઘાટલોડીયા
◦ બી.આર. રબારી: રાણીપ
◦ બી.પી. રજ્યા: સા.રી. ઈસ્ટ
◦ કે.આર. સકસેના: નારણપુરા
◦ એચ.પી. ગરાસીયા: વાડજ
આ ઉપરાંત જે.જે. ચાવડાને I.U.C.A.W., બી.એમ. ચૌધરીને A.H.T.U., કે.કે. ઝાલાને સી.પી. રીડર, અને એન.એન. પારગી, આર.ટી. ઉદાવત, એમ.કે. ચૌધરી તેમજ આર.આર. સાળવીને કંટ્રોલ રૂમમાં નિમણૂક આપવામાં આવી છે. જે.કે. રાઠોડને SC/ST-II અને ડી.કે. વાઘેલાને મિસિંગ સેલમાં મુકાયા છે. તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાની નવી જગ્યાએ હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે.
(12:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
