<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

બે I.A.S. અધિકારીઓની બદલીઃ રાજકોટના તીરથાણી અધિક ગ્રામ વિકાસ કમિશનર

ખેડાના અવની વોરાની આરોગ્‍ય મિશનમાં બદલી

રાજકોટ તા. ૮: ગુજરાત સરકારના સામાન્‍ય વહીવટ વિભાગ દ્વારા બે આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

ખેડા-નડિયાદના સુપરન્‍યુમરરી અધિક કલેકટર સુશ્રી અવની ચિત્તરંજન વોરાની બદલી કરી તેમને ગાંધીનગર ખાતે નેશનલ હેલ્‍થ મિશનમાં પ્રોગ્રામ ઓફિસર તરીકે નિમણૂંક આપવામાં આવી છે. તેમના સ્‍થાનેથી શ્રી પી. ડી. પલસાણા વધારાના ચાર્જમાંથી મુકત થશે.

રાજકોટના સુપરન્‍યુમરરી અધિક કલેકટર શ્રી ટેકચંદ છત્રભુજ તીર્થાણીની બદલી કરીને તેમને ગાંધીનગરમાં ગ્રામ્‍ય વિકાસ કમિશનરેટમાં અધિક ગ્રામ્‍ય વિકાસ કમિશનર તરીકે નિયુકત કરવામાં આવ્‍યા છે. તેમની નિમણૂંકથી શ્રી બી. એમ. પ્રજાપતિ વધારાના ચાર્જમાંથી મુકત થશે. 

(1:37 PM IST)