News of Wednesday, 8th April 2026
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : ૯૦૦૦ તાલીમબદ્ધ LRD અને વન વિભાગ સ્ટાફને જોડવા ઐતિહાસિક નિર્ણય :ડો કે એન રાવ
લાંબા સમય થયા વોન્ટેડ આરોપીઓને પકડવા અને હિસ્ટ્રીશીટરો સામે કડક હાથે કામ લેવા રાજ્યભરના ટોચના અધિકારીઓ સાથેની વિડિઓ કોન્ફરન્સમાં ડો.કે એલ.એન રાવ દ્વારા તાકીદના આદેશ:૨૦૨૧ની સ્થિતિના અભ્યાસ સાથે નવી અપડેટ IB સાથે સંકલન કરી સંવેદનશીલ વિસ્તારમાં વધારાના પોલીસ બળ તૈનાત થશે : એડિશનલ ડીજી અમિત વિશ્વકર્મા નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરાયા

ગાંધીનગર : ગુજરાતભરમાં મહાનગરપાલિકાઓ અને પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કાયદો વ્યવસ્થા જડબેસલાખ રીતે જળવાઈ રહે તે માટે રાજ્યના મુખ્ય પોલીસ વડા ડો.કે એલ.એન.રાવ દ્વારા ગુજરાતના ટોચના અધિકારીઓ સાથે તાકીદની વિડિઓ કોન્ફરન્સ યોજવામાં આવેલ, જેમાં તમામ શહેરની ઐતિહાસિક,ભૌગોલિક, અને તેની ખાસિયતો વિગેરે બાબતોની ડૉ કે. એલ એન.રાવ દ્વારા પોતાના દાહોદથી પોરબંદર, અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના વિશાળ અનુભવ આધારે રણનીતિ તૈયાર કરવામાં આવી હતી.
આગામી ૧૧ એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાની અને ૧૫ એપ્રિલે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. ૨૬ એપ્રિલે મતદાન અને ૨૮ એપ્રિલે મતગણતરી બાદ ૩૦ એપ્રિલ સુધીમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત, ૨૩ એપ્રિલે ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી પણ યોજાનાર છે. રાજ્ય પોલીસ વડાએ આદેશ આપ્યા છે કે તમામ યુનિટોએ પ્રતિબંધાત્મક કાર્યવાહી કરવા તથા મહત્તમ PASAના કેસો કરવા અને ખાસ કરીને લાંબા સમયથી ફરાર આરોપીઓ અને હિસ્ટ્રીશીટરો સામે કડક પગલાં લેવા.
વિવિધ સંવેદનશીલ જિલ્લાઓમાં કોમ્બિંગ કામગીરી સઘન કરવા અને ગેરકાયદેસર હથિયારો તેમજ પ્રોહિબિશનની પ્રવળત્તિઓ પર ખાસ નજર રાખી કડક કાર્યવાહી કરવા માટે ઉચ્ચ અધિકારીઓને વ્યક્તિગત ધ્યાન આપવા સૂચના અપાઈ છે.
સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે રાજ્યના ૯૦૦૦ જેટલા તાલીમબદ્ધ LRD રિક્રુટ્સ અને વન વિભાગના અધિકારીઓને પોલીસ અધિકારીઓની બદલી થઈ છે તેઓને ૨૪ કલાકમાં રિલીવ કરી નવી જગ્યાએ મતદાન કેન્દ્રો અને સંવેદનશીલ વિસ્તારોનું નિરીક્ષણ કરવા જણાવાયું છે. ખાસ કરીને નોન-બેલેબલ વોરંટ તાત્કાલિક બજાવવા આદેશ અપાયા છે. ૨૦૨૧ની ચૂંટણીમાં નોંધાયેલા ગુનાઓ, ખાસ કરીને દાહોદ જેવા સંવેદનશીલ વિસ્તારોને ધ્યાનમાં રાખીને વધારાનું પોલીસ બળ તૈનાત કરવામાં આવશે અને આંતરરાજ્ય સરહદો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે.
રાજ્યના પોલીસ વડા ડો.કે એલ.એન.રાવ એ તમામ અધિકારીઓને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સાથે સંકલન જાળવી, વીઆઈપી સુરક્ષા અને કોમ્યુનિકેશન સિસ્ટમ સુદ્રઢ કરવા સૂચના આપી હતી. ૧૫ એપ્રિલ પછી ઉમેદવારોની આખરી યાદી જાહેર થતા જ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને મોબાઇલ પેટ્રોલિંગ વધારી દેવામાં આવશે. ગાંધીનગર સ્થિત IBની ટીમો પણ સતત મોનિટરિંગ કરશે જેથી કોઈપણ અનિચ્છનીય બનાવને અટકાવી શકાય અને મતદારો કોઈપણ ભય વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
