તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
News of Wednesday, 8th April 2026
સુરતના બારડોલીના વાઘેચા ગામે વરાછાના 6 મિત્રો વાઘેચામાં મંદિર નજીક તાપી નદીમાં ન્હાવા પડ્યા, જેમાં 2નું ડૂબતાં મોત
સખત બંદોબસ્ત કે પાણીમાં જવા પર કાયમી પ્રતિબંધની અમલવારી થાય તો કેટલાય પરિવારોના ચિરાગ બચી શકે

સુરત જિલ્લાના બારડોલીના વાઘેચા ગામે તાપી નદીના કિનારે આવેલા વાઘેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવાઆવેલા સુરતના મિત્રોની ટોળી માટે સોમવારનો દિવસ કાળમુખો સાબિત થયો હતો. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા 6 મિત્રો રજાના દિવસે દર્શન અને પ્રવાસ માટે અહીં આવ્યા હતા. દર્શન કર્યા બાદ તમામ મિત્રો નદીના પટમાં વિશાળ પથ્થરો વચ્ચે ફરવા નીકળ્યા હતા.
સાંજના સમયે નદીના સુંદર પાણીને જોઈ મિત્રો ન્હાવા માટે પડ્યા હતા, જેમાં ત્રણ યુવકો અચાનક ઊંડા પાણીમાં ખેંચાવા લાગ્યા હતા. મિત્રોએ બૂમાબૂમ કરતા સ્થાનિકો અને અન્ય મિત્રોએ સમયસૂચકતા વાપરી રાહુલ ચેતન ડાભીને જીવતા બહાર કાઢી લીધો હતો. જોકે, અન્ય બે મિત્રો રાહુલ કરમશીભાઇ આંબલીયા (ઉં.વ. 26) અને સુમિત લાલજીભાઈ ચેખલિયા (ઉં.વ. 25) પાણીના વહેણમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયાઓ અને ગ્રામજનોએ ભારે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ રાત્રિના અંધકારને કારણે સફળતા મળી ન હતી. મંગળવારે સવારે ફરી શોધખોળ શરૂ કરતા બંને યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા.
સ્થાનિકોમાં ભારે રોષ
લોકો મંદિરે દર્શન કરવા આવે છે અને પછી તાપીના ચોખ્ખા પાણી જોઈ ન્હાવા પડે છે, . સ્થાનિકોનું કહેવું છે કે અવારનવાર બનતી આ ઘટનાઓ છતાં તંત્ર કોઈ નક્કર પગલાં લેવાયા નથી. જો અહીં સખત બંદોબસ્ત કે પાણીમાં જવા પર કાયમી પ્રતિબંધની અમલવારી થાય તો કેટલાય પરિવારોના ચિરાગ બચી શકે છે. તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
