News of Wednesday, 8th April 2026
સુરતના પર્વત પાટિયાથી ખરવરનગર રોડ પર મિલેનિયમ માર્કેટ-2 સામે 6 કાર અને 1 ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો
- આ વિચિત્ર અકસ્માતમાં વાહનોને ભારે નુકસાન થયું પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાના કારણે લાંબા સમય સુધી ટ્રાફિકજામ રહ્યો

સુરત : શહેરમાં માર્ગ અકસ્માતની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા પર્વત પાટિયાથી ખરવરનગર જતાં મુખ્ય રસ્તા પર એક પછી એક એમ કુલ 7 વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-2 ની બિલકુલ સામેના ભાગમાં બન્યો હતો. એકાએક સર્જાયેલા આ અકસ્માતને કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં 6 મોંઘીદાટ કાર અને એક ટેમ્પો સામેલ હતા. રસ્તા પર ગતિમાં જઈ રહેલા આ વાહનો એકબીજાની પાછળ ધડાધડ ટકરાયા હતા. ટક્કર એટલી પ્રચંડ હતી કે વાહનોના આગળ અને પાછળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જોકે, સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, જે એક મોટી રાહતના સમાચાર છે. પરંતુ વાહનોને મોટા પાયે નુકસાન પહોંચ્યું હોવાનું દેખાઈ રહ્યું છે.
મિલેનિયમ માર્કેટ પાસે આ અકસ્માત સર્જાતા જ પર્વત પાટિયાથી ખરવરનગર તરફ જતો ટ્રાફિક સંપૂર્ણપણે થંભી ગયો હતો. રસ્તાની વચ્ચે જ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ક્રેઈનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
