<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

મેલડી માતાજીની મૂર્તિ, આભુષણો ચોરનાર સગીર નીકળ્‍યોઃ વાયરલ ઘટનાની અંદરની વાત

લોકોની ધાર્મિક લાગણી દુભાતા પ્રયાસો થાય તે પહેલા મંદિર ચોરીનો વધુ એક કેસ સીબીઆઈ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા સીપી નરસિંહમા કોમાર ટીમે તુરંત ઉકેલી નાખ્‍યો : ગંભીર ઘટનાઓ અંગે માસ્‍ટર પ્‍લાન તૈયાર કરી સિનિયર IPS નિલેશ જાજડિયા, એડી સીપી સુધીર દેસાઈના માર્ગદર્શનમાં વડોદરા ક્રાઈમ બ્રાન્‍ચને એક્‍ટિવ મોડમાં મૂકવાની રણનીતિ રામબાણ સાબિત

રાજકોટ, તા.૮: સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચુંટણીઓ અંતર્ગત સંસ્‍કારી નગરી ખોટી રીતે ટાર્ગેટ ન બને અને ગાંધીનગર બદનામ થાય તેવા કોઈ બાબત પેન્‍ડિંગ ન રહે તે માટે સતત કાર્યરત સીબીઆઈ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા વડોદરા સીપી દ્વારા ગુજરાતભરમાં વાયરલ થયેલ મેલડી માતાના મંદિરમાંથી થયેલ મૂર્તિ ચોટી સાથે ચાંદીના આભૂષણોની ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાન્‍ચની મદદથી ઉકેલી ૧.૪૨ લાખનો મુદામાલ કબજે કરતા, ધાર્મિક લોકો દ્વારા સીપી ટીમની ખૂબ પ્રશંસા થયેલ છે.

આ અગાઊ પણ જાગળત પોલીસ કમિશનરનાં સીધા માર્ગદર્શન હેઠળ જોઇન્‍ટ સીપી નિલેશ જાજડિયા અને એડિશનલ સીપી ડો. સુધીર દેસાઈના માર્ગદર્શમા મહત્‍વના કેસો ઉકેલાયા છે.

છાણી મેલડી માતા મંદિર ચોરી કેસ

ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્‍યા છે, જેમાંથી એક સગીર છે. પોલીસે આરોપીઓ પાસેથી ચાંદીની લગડી, આભૂષણ હાર, મોબાઈલ અને સ્‍કૂટર સહિત કુલ રેપિયા ૧.૪૨ લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

કારેલીબાગ અંબા માતા મંદિર ચોરી કેસ

બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્‍યા છે, જેમણે દાનપેટીની ચોરી કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ૬૮ હજારનો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

માંજલપુર સાંઈ મંદિર અને જલારામ મંદિર ચોરી કેસ

બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્‍યા છે, જેમણે મંદિરમાંથી ૧.૫૬ લાખની રોકડ રકમ ચોરી હતી.

આ બનાવ અંગે ફતેગંજ પોલીસ સ્‍ટેશનમાં ગુનો નોંધાતા જ વડોદરા સિટી ક્રાઈમ બ્રાન્‍ચ હરકતમાં આવી હતી. પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એસ.એમ. ગામેતીના માર્ગદર્શન હેઠળ ટીમે સીસીટીવી ફુટેજ તેમજ હ્યુમન સોર્સના આધારે તાબડતોબ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એક સગીર શંકાસ્‍પદ જણાતા તેને તેના વાલીની હાજરીમાં પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન સગીરે ચોરી કબૂલ કરી હતી અને જણાવ્‍યું હતું કે તેણે મંદિરમાંથી ચાંદીની મૂર્તિ તથા બે હારની ચોરી કરી હતી. બાદમાં આ ચોરીનો માલ તેણે તેના મિત્ર જય હસમુખભાઈ ભીમાણી મારફતે પાદરાના આશીક રહેમત મલ્લીકને વેચી દીધો હતો. માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્‍ચે તરત જ બંને આરોપીઓને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી. તપાસમાં ખુલ્‍યું કે આશીક મલ્લીક દ્વારા ચોરી કરાયેલ મૂર્તિને ઓગાળીને ચાંદીની લગડી બનાવી દેવામાં આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ચાંદીની લગડી, આભૂષણ હાર, મોબાઈલ તથા સ્‍કૂટર સહિત કુલ રૂપિયા .૧.૪૨ લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. આ સમગ્ર મામલે પોલીસે એક સગીર અને બે આરોપીઓને ફતેગંજ પોલીસને સોંપ્‍યા છે. હાલમાં આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.

વડોદરા ક્રાઈમ બ્રાંચ દ્વારા અપહરણ, છેતરપિંડી અને ચોરી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા પરઙ્ઘાંતીય આરોપીઓને શોધવા માટે જુદી-જુદી ટીમો બનાવવામાં આવી છે. આ ટીમોએ ૬૫૦થી વધુ વોન્‍ટેડ આરોપીઓની શોધખોળ દરમિયાન વધુ ૧૪ આરોપીઓનો પત્તો મેળવી લીધો છે.

તાજેતરના કેસો

ગેંગરેપ કેસઃ વડોદરાના ભાયલીમાં સગીરા સાથે થયેલા ગેંગરેપના કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

મંદિર ચોરી કેસઃ માંજલપુરમાં મંદિરોની દાનપેટી સાફ કરનાર ટોળકી ઝડપાઈ છે, જેમાં બે શખ્‍સોની ધરપકડ કરવામાં આવી છે.

દારૂનો જથ્‍થોઃ વડોદરા શહેરમાંથી વિદેશી દારૂનો જથ્‍થો લઈ જતી ઇકો કારને પોલીસે દબોચી છે, જેમાં ૩.૬૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્‍યો છે.

(3:29 PM IST)