તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૪ શનિવાર
News of Thursday, 9th April 2026
અંબાજીમાં બનતા યાત્રી નિવાસમાં 17 રૂમ માટે અનંત અંબાણીની રૂ. 5 કરોડ આપવાની જાહેરાત
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંદાજે રૂપીયા 13 કરોડના ખર્ચે વિશાળ યાત્રી નિવાસ બનશે

રીલાયન્સ ઇન્ડસ્ટ્રીજના ચેરમેન મુકેશ અંબાણીના સુપુત્ર અનંત અંબાણીના જન્મ દિવસને લઇ શક્તિપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટમાં માતબર રકમના ભેટની જાહેરાત કરવામાં આવી છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંદાજે રૂપીયા 13 કરોડના ખર્ચે વિશાળ યાત્રી નિવાસ બનવા જઇ રહ્યુ છે. જેમાં રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિ અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે આ યાત્રી નિવાસ માટે 17 રૂમ પેટે રૂપીયા 5 કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી છે
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
