તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૪ શનિવાર
ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટા ઉદેપુર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને બોડેલી નગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત : જુઓ સંપૂર્ણ લિસ્ટ
પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ વિવિધ બેઠકો માટેના ઉમેદવારોના નામોની સત્તાવાર યાદી જાહેર કરાઈ

ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા છોટા ઉદેપુર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટેના ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં થયેલી ચર્ચા મુજબ ઉમેદવારોના નામો નક્કી કરવામાં આવ્યા છે. આ યાદીમાં જિલ્લા પંચાયતની 32 સીટો, વિવિધ તાલુકા પંચાયતો અને નગરપાલિકાના ઉમેદવારોનો સમાવેશ થાય છે.
છોટા ઉદેપુર જિલ્લા પંચાયતના ઉમેદવારોની વિગત:
આથાડુંગરી બેઠક પર મિલનભાઇ નવલસિંગ રાઠવા, બહાદરપુરથી શ્રીમતી જશોદાબેન રાજેશભાઇ તડવી, બરોલીથી શ્રીમતી નીલાબેન ગોપાલભાઇ ભીલ, ચીસાડીયાથી ગુમાનભાઈ ઢેડીયાભાઇ રાઠવા અને ઘંઘોડાથી શ્રીમતી સંગીતાબેન કિશોરભાઇ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે. ડોલરીયા સીટ પર શ્રીમતી વિલાસબેન જયેશભાઇ રાઠવા, જબુગામથી શ્રીમતી સહર્ષાબેન શશીકાન્ત રાઠવા, જેતપુરથી શ્રીમતી શીતલબેન યોગેશભાઇ બારિયા અને કદવાલથી વિજયભાઇ અમરસિંગભાઇ રાઠવા ચૂંટણી લડશે. કનલવા બેઠક માટે શ્રીમતી આશાબેન રમેશચંદ્ર પંચોલી, કવાંટથી મૃણાલકુમાર જગદીશચંદ્ર પંચાલ, કુકરદાથી શ્રીમતી અંજનાબેન દલસિંગભાઇ ભીલ અને માણકાથી શ્રીમતી અનિતાબેન બુધીયાભાઇ ભીલની પસંદગી કરાઈ છે. મોરખલાથી અરવિંદભાઈ રઘુભાઇ રાઠવા, મોટીઆમરોલથી ઉપેન્દ્રભાઇ હરિદાસભાઇ રાઠવા, મોટીસઢલીથી અશોકભાઇ ભીખલાભાઇ રાઠવા અને મુવાડાથી શ્રીમતી હેતલબેન વિકાસભાઇ રાઠવા મેદાનમાં છે. નસવાડી બેઠક પર શ્રીમતી યતીનાબેન ગોપાલસિંહ ચૌહાણ, નવાગામથી પુર્વેશભાઇ જનકભાઇ રાઠવા, પરવેટાથી રાયસિંગભાઇ લલ્લુભાઇ ભીલ અને રુમડીયાથી પીન્ટુભાઇ વિજયભાઇ રાઠવા ચૂંટણી લડશે. સૈડીવાસણથી શ્રીમતી અંજુબેન કમલેશભાઇ રાઠવા, સજવાથી ભરતભાઇ બચુભાઇ રાઠવા, સંખેડાથી શ્રીમતી છાયાબેન અર્જુનભાઇ વસાવા, તાંદલજાથી આશિષભાઇ રમેશભાઇ ભીલ અને તેજગઢથી આકાશભાઇ જયેશભાઇ ચૌહાણ ઉમેદવાર રહેશે. અન્ય બેઠકોમાં ડો. શ્રીમતી વનીતાબેન સ્નેહલકુમાર રાઠવા, શ્રીમતી ભાવનાબેન વિજયભાઇ રાઠવા, લક્ષ્મણસિહ ઇન્દ્રસિંહ સોલંકી, ભવાનસિંહ રમેશભાઇ રાઠવા અને શ્રીમતી હેમાબેન જયસિંહભાઇ રાઠવાના નામો જાહેર કરાયા છે.
વિવિધ તાલુકા પંચાયતના ઉમેદવારો:
છોટાઉદેપુર તાલુકા પંચાયત માટે શ્રીમતી જશીબેન વણકર, ફુલસિંગભાઈ રાઠવા, વિક્રમભાઇ રાઠવા, શ્રીમતી ઓરમીલાબેન રાઠવા અને શ્રીમતી જ્યોતસનાબેન રાઠવા સહિતના 26 ઉમેદવારોની જાહેરાત કરાઈ છે. જેતપુર પાવી તાલુકા પંચાયતમાં હરેશભાઇ રાઠવા, શ્રીમતી અમિતાબેન રાઠવા, શ્રીમતી પીન્કીબેન રાઠવા, અંકિતભાઇ રાઠવા, શ્રીમતી પુજાબેન રાઠવા અને શ્રીમતી વર્ષાબેન રોહિત સહિત 18 ઉમેદવારો મેદાનમાં છે. કવાંટ તાલુકા પંચાયત માટે સુરેશભાઇ રાઠવા, સંજયકુમાર રાઠવા, ધર્મેશકુમાર રાઠવા અને શ્રીમતી સુરભીબેન રાઠવા સહિત 26 નામો જાહેર થયા છે. નસવાડી તાલુકા પંચાયત માટે સુભાષભાઇ રાઠવા, શ્રીમતી અંજુલાબેન રાઠવા અને શ્રીમતી ભૂમિકાબેન રાઠવા સહિત 22 ઉમેદવારો નક્કી કરાયા છે. સંખેડા તાલુકા પંચાયતની સીટો પર શ્રીમતી ઉર્મિલાબેન વસાવા, શ્રીમતી દિપિકાબેન તડવી અને શ્રીમતી ભાવિકાબેન પટેલ સહિત 18 ઉમેદવારો લડશે. બોડેલી તાલુકા પંચાયત માટે શ્રીમતી શિલ્પાબેન બારિયા, શ્રીમતી લક્ષ્મીબેન રાઠવા અને મીતેશભાઇ રાઠવા સહિત 24 નામોની પસંદગી થઈ છે. કદવાલ તાલુકા પંચાયત માટે સંતોષભાઇ રાઠવા, શ્રીમતી કેળીબેન રાઠવા અને શ્રીમતી રેખાબેન બારીયા સહિત 16 ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
બોડેલી નગરપાલિકાના ઉમેદવારો:
બોડેલી નગરપાલિકા માટે વોર્ડ નંબર 1 માં શ્રીમતી સરોજબેન રાઠવા અને વોર્ડ 1 ની અન્ય સીટો પર શ્રીમતી વિક્સીકાબેન ભગત, રાકેશભાઇ ચાવડા અને પિંટુભાઇ બારીયાની પસંદગી કરાઈ છે. વોર્ડ 2 માં શ્રીમતી ગંગાબેન રાઠવા, શ્રીમતી પન્નાબેન પટેલ, મગાભાઇ ભરવાડ અને જીગ્નેશકુમાર ચોક્સી ઉમેદવાર રહેશે. વોર્ડ 3 માં શ્રીમતી રાજેશ્રીબેન રાજપૂત, શ્રીમતી જીજ્ઞાશાબેન મેહતા અને કમલેશભાઇ પંચોલીની પસંદગી થઈ છે. વોર્ડ 4 માં પાર્થ સોની, શ્રીમતી અંજનાબેન બારિયા, શ્રીમતી ગીતાબેન બારિયા, શ્રીમતી છાયાબેન બારિયા, યશપાલસિંહ ઠાકોર અને શ્રીમતી રાધિકાબેન મોરે ચૂંટણી લડશે. વોર્ડ 5 માં શ્રીમતી મૈત્રીબેન શાહ, ઉમેશભાઇ રાઠવા અને કાર્તિકભાઇ શાહને ટિકિટ આપવામાં આવી છે. આ યાદી પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડો. પ્રશાંત કોરાટ દ્વારા જાહેર કરવામાં આવી છે.
વિગતવાર લિસ્ટ જોવા માટે આ સાથે આપેલ pdf ફાઇલ ડાઉનલોડ કરો...









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
