<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

શનિવારે ૧૧મીએ સરકારી રજાઃ પરંતુ ઉમેદવારીપત્રો ભરી શકાશેઃ પરીપત્ર

રાજકોટ, તા.૧૦: રાજ્‍યની ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો, ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્‍ય ચૂંટણી તથા નગરપાલિકાની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી તા.૨૬.૦૪.૨૦૨૬ રોજ યોજવા માટે રાજય ચૂંટણી આયોગ દ્વારા તા.૦૧-૦૪-૨૦૨૬ના રોજ વિગતવાર કાર્યક્રમ આપવામાં આવેલ છે.

 આ કાર્યક્રમ મુજબ ઉમેદવારી પત્ર સ્‍વીકારવાની છેલ્લી તારીખ તા.૧૧.૦૪.૨૦૨૬ રોજ છે. તા. ૧૧.૦૪.૨૦૨૬ બીજો શનિવાર હોવાથી સરકારી કચેરીઓમાં રજા હોય છે. રાજય ચૂંટણી આયોગ દ્વારા આપવામાં આવેલ ચૂંટણી કાર્યક્રમ મુજબ તા.૧૧.૦૪.૨૦૨૬ રોજ ઉમેદવારી પત્ર સ્‍વીકારવાની છેલ્લી તારીખ હોવાથી આ દિવસે ચૂંટણી અધિકારીઓ/મદદનીશ ચૂંટણી અધિકારીઓની કચેરીઓ ખુલ્લી રહેશે અને ઉમેદવારી પત્રો સ્‍વીકારવામાં આવશે.

(3:50 PM IST)