News of Friday, 10th April 2026
ભાજપે બીજી યાદીમાં બે નગરપાલીકા- ૯ તાલુકા પંચાયતના ઉમેદવાર જાહેર કર્યા
કાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ

અમદાવાદ, તા. ૧૦ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત પાલિકા-પંચાયતની ચૂંટણી માટે અંતે ભાજપ દ્વારા પણ ઉમેદવારોની જાહેરાત શરૂ કરી દેવામાં આવી છે. આજે ૧૦ એપ્રિલના રોજ ભાજપે બીજી યાદી જાહેર કરી છે, જેમાં વિરમગામ અને ધોળકા નગરપાલિકાના ૭૨ ઉમેદવારો જાહેર કર્યા છે. સાથે જ વિરમગામ પંચાયતના ૨૦, ધોલેરા તાલુકા પંચાયતમાં ૧૬, બાવળા તાલુકા પંચાયતમાં ૧૮, માંડલ તાલુકા પંચાયતમાં ૧૬, ધંધુકા તાલુકા પંચાયતના ૧૬, ધોળકા તાલુકા પંચાયતમાં ૨૨, દસક્રોઈ તાલુકા પંચાયતમાં ૨૮, દેત્રોજ તાલુકા પંચાયતમાં ૧૬ અને સાંણદ તાલુકા પંચાયતમાં ૨૪ ઉમેદવારો જાહેર કર્યા છે.
ભાજપે આ યાદીમાં ૯ તાલુકા પંચાયતમાં ૩ લઘુમતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. જેમાં સાણંદની વિરોચનનગર બેઠક પર સમસુદ્દીન પઠાણ, ધંધૂકાની બાજરડામાં તૌફીક ઉમડીયા, વિરમગામ તા.પ.માં કયામુદ્દીન સિદાની ઉમેદવાર છે. તો ૩ નગરપાલિકામાં ૯ લઘુમતીને ટિકિટ આપવામાં આવી છે, જેમાં વિરમગામમાં ૨, ધોળકામાં ૬ અને બારેજમાં ૧ લઘુમતીને ટિકિટ આપવામાં આવી છે.
આ અગાઉ ગુરુવારે (૯ એપ્રિલે) સુરેન્દ્રનગર, વડોદરા, દાહોદ, અરવલ્લી, વાવ-થરાદ, ખેડા અને છોટા ઉદેપુર જિલ્લાના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે.
આવતીકાલે એટલે કે, ૧૧ એપ્રિલના રોજ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષો દ્વારા આજે પોતાના બાકી રહેતા તમામ ઉમેદવારોના નામની જાહેરાત આજે મોડીરાત સુધીમાં કરી દેશે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
