News of Friday, 10th April 2026
સુરત મનપાની આવનારી ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને લઈને ગરમાવો :સેન્સ પ્રક્રિયામાં આવેલા કુલ 2062 દાવેદારોનું લિસ્ટ ફરીથી મંગાવાયું
સમગ્ર પ્રક્રિયાનો પુનઃમૂલ્યાંકન થઈ શકે:સ્થાનિક નેતાઓ દ્વારા પોતાના માનીતા ઉમેદવારોના નામ આગળ ધપાવવા માટે લોબિંગ કરવામાં આવ્યું હોવાની રાવ:સંનિષ્ઠ કાર્યકરોની બાદબાકી થવાની ફરિયાદો ઉઠી

સુરત મનપાની આવનારી ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને લઈને ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે .ભારતીય જનતા પાર્ટીના મવડી મંડળમાં ઉમેદવારોની પસંદગી મુદ્દે પેચ ફસાયો હોવાનું જાણવા મળ્યું છે. સેન્સ પ્રક્રિયામાં આવેલા કુલ 2062 દાવેદારોનું લિસ્ટ ફરીથી પ્રદેશ સ્તરે મંગાવવામાં આવ્યું છે, જેથી સમગ્ર પ્રક્રિયાનો પુનઃમૂલ્યાંકન થઈ શકે.
સ્થાનિક નેતાઓ દ્વારા પોતાના માનીતા ઉમેદવારોના નામ આગળ ધપાવવા માટે લોબિંગ કરવામાં આવ્યું હોવાની રાવ સામે આવી છે, જેના કારણે સંનિષ્ઠ કાર્યકરોની બાદબાકી થવાની ફરિયાદો ઉઠી છે અને આ મુદ્દો સીધો ગાંધીનગર સુધી પહોંચી ગયો છે. ધારાસભ્યો અને સંગઠન વચ્ચેના જૂથવાદને કારણે સમગ્ર પ્રક્રિયા વધુ ગૂંચવાઈ ગઈ છે.
ખાસ કરીને સુરતના પાટીદાર વિસ્તારના ઉમેદવારો નક્કી કરવામાં પણ ભારે ખેંચતાણ ચાલી રહી છે. હવે લિસ્ટના પુનઃમૂલ્યાંકન બાદ જ અંતિમ ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવશે તેવી શક્યતા છે
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
