<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

દિલ્હી કૂચ પર ફરી લાગી બ્રેક! અનેક ખેડૂતો થયાં ઘાયલ, હવે ઘડાશે નવી વ્યૂહનીતિ : .8 થી 9 ખેડૂતોને ઇજા:ફૂલોની પાંખડી બાદ છોડ્યા શેલ:સરકારને મંત્રણા માટે આપ્યો હતો સમય પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પર રવિવારે (8 ડિસેમ્બર 2024) પણ તણાવપૂર્ણ સ્થિતિ છે. ખેડૂતોએ બપોરે 12 વાગ્યે દિલ્હી તરફ પગપાળા કૂચ કરી હતી, પરંતુ હરિયાણા પોલીસે તેમને પૂલ પર અટકાવ્યા હતા. ખેડૂતો અને પોલીસ વચ્ચે ભારે બોલાચાલી થઈ અને પછી ઘર્ષણ શરૂ થયું. ખેડૂતોને રોકવા માટે પોલીસે તેમના પર ટિયર ગેસ છોડ્યા હતાં, જેમાં ઘણાં ખેડૂતો ઘાયલ થયા હતા. ટિયર ગેસના છોડવાને કારણે ખેડૂતોને થોડાક મીટર સુધી પીછેહઠ કરવી પડી હતી. આ ખેડૂતોમાંથી કેટલાકે મોઢા ઢાંકેલા હતા અને કેટલાકે ચશ્મા પહેર્યા હતા. કેટલાક ખેડૂતો ભીની શણની થેલીઓથી ટિયર ગેસના શેલથી પોતાને બચાવતા જોવા મળ્યા હતા.7:28 PM IST

ખેડૂત આંદોલનમાં પોલીસનો ગજબનો અંદાજ: પહેલા ફૂલો વરસાવ્યા પછી અશ્રુ ગેસના સેલ છોડ્યા : બોર્ડર પર સ્થિતિ બેકાબુ જોવા મળી:બીજીતરફ પોલીસનો કાફલો તેમને અટકાવવા માટે તમામ પ્રયાસો કર્યા ખેડૂતના ‘દિલ્હી ચલો’ આંદોલનના કારણે પંજાબ-હરિયાણાના શંભૂ બોર્ડર પર હાઈએલર્ટ જેવી સ્થિતિ છે. દિલ્હી કૂચ કરવા માટે ખેડૂતો બોર્ડર પરથી આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો બીજીતરફ પોલીસનો કાફલો તેમને અટકાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. આજે (8 ડિસેમ્બર) પણ બોર્ડર પર સ્થિતિ બેકાબુ જોવા મળી હતી. અહીં પોલીસનો ગજબનો અંદાજ જોવા મળ્યો હતો, જેમાં પોલીસે પહેલા દેખાવો કરી રહેલા ખેડૂતો પર ફૂલો વરસાવ્યા, ત્યારબાદ ટીયર ગેસના સેલ છોડ્યા હતા.7:25 PM IST

વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST