<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

ગુજરાતમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓ માટે નિરીક્ષકોની નિમણૂકઃ રાજ્‍ય ચૂંટણી આયોગનો મોટો આદેશઃ રાજકોટ માટે આલોક કુમાર પાંડે, ભાવનગરમાં કુ. આર્દ્રા અગ્રવાલ, અમદાવાદ માટે અવંતિકા સિંહની નિમણૂક

તમામ નિરીક્ષકોને ચૂંટણી પ્રક્રિયા અંગે સવિસ્‍તાર માર્ગદર્શન આપવા (બ્રીફિંગ) માટે આજે તા. ૧૦ ના રોજ બપોરે ૧૨ કલાકે ગાંધીનગરમાં અગત્‍યની બેઠક

ગાંધીનગર તા.૧૦: રાજ્‍ય ચૂંટણી આયોગ, ગુજરાત દ્વારા આગામી સમયમાં યોજાનાર સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓ (મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્‍લા પંચાયતો અને તાલુકા પંચાયતો) ની સામાન્‍ય અને પેટા ચૂંટણીઓ માટે ચૂંટણી નિરીક્ષકોની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. આ અંગેની સત્તાવાર કરવામાં આવી છે.

આ ચૂંટણીઓ સંપૂર્ણપણે નિષ્‍પક્ષ, મુક્‍ત અને ન્‍યાયપૂર્ણ વાતાવરણમાં યોજાય તે સુનિヘતિ કરવા માટે રાજ્‍ય ચૂંટણી આયોગે આ મહત્ત્વનો નિર્ણય લીધો છે.

રાજ્‍યના અલગ-અલગ ૩૪ જિલ્‍લાઓ અને મહાનગરપાલિકાઓ માટે વરિષ્ઠ આઈ.એ.એસ. (I.A.S.) અને અન્‍ય ઉચ્‍ચ અધિકારીઓને ચૂંટણી નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

મુખ્‍ય શહેરો અને જિલ્‍લાઓના નિરીક્ષકોની વિગત

 અમદાવાદઃ શ્રીમતી અવંતીકા સિઘ ઔલખ (આઈ.એ.એસ.) સુરતઃ ડો. વિનોદ રાવ (આઈ.એ.એસ.) વડોદરાઃ શ્રી લોચન સેહરા (આઈ.એ.એસ.) રાજકોટઃ શ્રી આલોક કુમાર પાંડે (આઈ.એ.એસ.) ભાવનગરઃ કુ. આર્દ્રા અગ્રવાલ (આઈ.એ.એસ.)

બાકી રહેલા જિલ્‍લાઓ અને ચૂંટણી નિરીક્ષકોની સંપૂર્ણ યાદી અગાઉ આપેલા મુખ્‍ય પાંચ નામો સિવાયના અન્‍ય જિલ્‍લાઓ અને તેમાં નિમણૂક પામેલા ચૂંટણી નિરીક્ષકશ્રીઓના નામો નીચે મુજબ છેઃ બોટાદઃ કુ. આર્દ્રા અગ્રવાલ (આઈ.એ.એસ.) અરવલ્‍લી અને મહીસાગરઃ શ્રી એ. કે. પ્રજાપતિ બનાસકાંઠા અને વાવ-થરાદઃ કુ. આર. એન. પંડ્‍યા, અમરેલીઃ શ્રી આર. એસ. ઠુમ્‍મર, ભરૂચ અને નર્મદાઃ શ્રી વી. જી. રોર મહેસાણાઃ શ્રીમતી એન. પી. પાટડિયા નવસારી અને વલસાડઃ શ્રી વી. સી. બાગુલ, સુરેન્‍દ્રનગરઃ શ્રી એ. એસ. મંડોત, તાપી અને ડાંગઃ શ્રી એસ. એ. ડોડિયા, જામનગરઃ શ્રી આઈ. એસ. પ્રજાપતિ કચ્‍છઃ શ્રી એચ. એમ. સોલંકી, મોરબીઃ શ્રી જી. વી. મિયાણી, ખેડાઃ કુ. એ. યુ. મકવા, આણંદઃ શ્રી એ. એ. ડોડિર્યાંછોટાઉદેપુરઃ શ્રી ડી. વી. વિઠ્ઠલાણી, પંચમહાલ શ્રી એમ. સી. પંડ્‍યા સાબરકાંઠાઃ કુ. એસ. એચ. વર્મા, દાહોદઃ શ્રી એન. આર. પ્રજાપતિ, ગાંધીનગરઃ શ્રી વી. આઈ. પ્રજાપતિ ગીર સોમનાથઃ શ્રી આર. આર. ગોહેલ, દેવભૂમિ દ્વારકાઃ કુ. જે. સી. પંડયા, પાટણઃ કુ. એન. એસ. ગુપ્તા, જૂનાગઢઃ શ્રી ડી. વી. વાળા, પોરબંદરઃ શ્રી સી. ડી. રાઠવા

ચૂંટણી નિરીક્ષકોની મુખ્‍ય જવાબદારીઓ

આચારસંહિતાનો અમલઃ ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતાનો ચુસ્‍તપણે અમલ કરાવવો અને જો ક્‍યાંય ભંગ થતો જણાય તો તાત્‍કાલિક પગલાં લેવા.

 મતદાન મથકોની મુલાકાતઃ મતદાન મથકો અને મતગણતરી સ્‍થળોમાં પ્રવેશ કરી પ્રક્રિયાનું જાત નિરીક્ષણ કરવું.

ખર્ચની ચકાસણીઃ ઉમેદવારો દ્વારા નિભાવવામાં આવતા ચૂંટણી ખર્ચના રજિસ્‍ટર અને વાઉચરની ઝીણવટભરી તપાસ કરવી. ઈ.વી.એમ. (E.V.M.) ની ચકાસણીઃ ઈલેક્‍ટ્રોનિક વોટિગ મશીન (ઈ.વી.એમ.) ના ઉપયોગ, તેની તાલીમ અને સુરક્ષા પ્રક્રિયા પર નજર રાખવી.

શાંતિ અને સુરક્ષાઃ કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ અને પોલીસ અધિકારીઓ સાથે સંકલન કરવું.

તાત્‍કાલિક રિપોર્ટિગઃ જો કોઈ મતદાન મથકે ગેરરીતિ થાય અથવા મતદાન દૂષિત થાય તો તાત્‍કાલિક રાજ્‍ય ચૂંટણી આયોગને પોતાનો અહેવાલ મોકલવો.

આગામી રૂપરેખા અને બેઠક આ તમામ નિરીક્ષકોને ચૂંટણી પ્રક્રિયા અંગે સવિસ્‍તાર માર્ગદર્શન આપવા (બ્રીફિંગ) માટે aaje  તારીખ ૧૦ ના રોજ બપોરે ૧૨ કલાકે ગાંધીનગર સ્‍થિત સચિવાલયના બ્‍લોક નંબર ૯, ૮ મા માળે આવેલ મહિલા અને બાળવિકાસ વિભાગના કોન્‍ફરન્‍સ રૂમમાં એક અગત્‍યની બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું છે.

રાજ્‍ય ચૂંટણી આયોગના સચિવ શ્રી આર. જી. ગોહિલની સહીથી આ હુકમ તમામ જિલ્‍લા કલેક્‍ટરશ્રીઓ, પોલીસ કમિશનરશ્રીઓ અને સંબંધિત અધિકારીઓને ઈ-મેઈલ (e-mail) મારફતે મોકલી આપવામાં આવ્‍યો છે.

(4:13 PM IST)