News of Friday, 10th April 2026
આણંદમાં કોંગ્રેસના યુવા નેતાને ‘નેતાગીરી’ ભારે પડી : જાહેરનામાનો ભંગ કરતા હર્ષિલ લંડનવાલાની ધરપકડ
ગણેશ ચોકડીથી અમૂલ ડેરી સુધીનો માર્ગ સુરક્ષા કારણોસર બંધ રાખવામાં આવ્યો હતો, છતાં બેરિકેડ્સ હટાવી વાહનવ્યવહાર શરૂ કરાતા લોકોના જીવને જોખમ ઉભું થયું હતું

આણંદમાં કોંગ્રેસના યુવા નેતાને ‘નેતાગીરી’ ભારે પડી હોવાનું સામે આવ્યું છે. ગણેશ ચોકડી વિસ્તારમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતા યુવા નેતા હર્ષિલ લંડનવાલાની પોલીસે ધરપકડ કરી છે. રેલવે ઓવરબ્રિજની કામગીરીને કારણે ગણેશ ચોકડીથી અમૂલ ડેરી સુધીનો માર્ગ સુરક્ષા કારણોસર બંધ રાખવામાં આવ્યો હતો, છતાં બેરિકેડ્સ હટાવી વાહનવ્યવહાર શરૂ કરાતા લોકોના જીવને જોખમ ઉભું થયું હતું. આ મામલે આણંદ ટાઉન પોલીસ દ્વારા જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
